જૂના મનદુઃખના કારણે હુમલો:બારમણના યુવકને ચૌત્રાના પુલ પર પાઈપ વડે ફટકાર્યો

Gujarat4/12/2026, 12:00:00 AM
ખાંભા તાલુકાના ચૈાત્રા ગામ નજીક ભુતડા દાદાના મંદિર પાસે પુલ ઉપર યુવાન પર લોખંડના પાઇપથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે રહેતા યુવરાજભાઈ મધુભાઈ ચાંદુ (ઉ.વ.26) સાથે શિવરાજ મંગળુભાઈ વરૂ અને રણજીત બંને GJ-14-AH-7331 નંબરનું બાઇક લઈ મોટા બારમણ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ચૈાત્રા ગામે ભુતડા દાદાના મંદિર નજીક પુલ ઉપર પહોંચતા કમલેશ લખુભાઈ ધાખડા તેમજ બે અજાણ્યા શખ્સોએ અગાઉં ફોનમાં થયેલી બોલાચાલીના મનદુઃખ રાખી કાર આડી મૂકી તેમને રોકી અપશબ્દો બોલી લોખંડના પાઇપથી હુમલો કરી દીધો હતો. યુવરાજભાઈને આડેધડ માર મારતા બંને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમજ મારી નાખવાની ધમકી આપીચત નાસી છૂટ્યા હતા. આ અંગે ખાંભા પોલીસે કમલેશ લખુભાઈ ધાખડા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
Read Original Article →