ફરિયાદ નોંધાઈ:અમરેલી સાઈડમાં ઊભેલી બાઇક સાથે રિક્ષા અથડાવી યુવકને માર્યો
ગઈ કાલે રાત્રે આશરે 10:30 વાગ્યે બહારપરા હોસ્પિટલ સામે, મોટા ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ફૈઝલભાઇ હુસેનભાઇ કાલવા પોતાના પરિવાર સાથે ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં દુકાને સોડા પીવા ગાડી સાઈડમાં પાર્ક કરીને ઊભા રહ્યાં હતા. તે દરમ્યાન અમરેલીનો રહેવાસી સમીર બોળાતર નામનો શખ્સ પોતાની છકડો રીક્ષા લઈને ત્યાં આવી સાઈડમાં ઊભેલા બાઇક સાથે અથડાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને તે દરમિયાન રિક્ષા ચાલક શખ્સે ફૈઝલભાઈને ગાળો આપી બાજુમાંથી પથ્થર ઉઠાવી હુમલો કરી દીધો હતો તેમજ તેઓની પત્નીને પણ પાઇપનો એક ઘા મારી તેમની દીકરીને પણ ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
Read Original Article →