હિટ એન્ડ રન:ચલાલા રોડ પર પગપાળા જતા યુવકને બાઇકની ટક્કરે ઇજા, ચાલક ફરાર
અમરેલી જિલ્લાના અમરેલી-ચલાલા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મનુભાઇ મકવાણા (ઉ.વ.44) પોતાના પરિવાર સાથે ધારીથી રાઢીયા ગામે માતાજીની માનતા પૂર્ણ કરવા પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન સજીયાવદર પાટિયાથી થોડે દૂર પહોચતા GJ 14 BE 0052 નંબરના બાઇક ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે વાહન હંકારી મનુભાઇના ભાઇને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ બાઇક ચાલક વાહન લઇ સ્થળ પરથી ફરાર થઇ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
Read Original Article →