અકસ્માત:વાવડી પાસે કાર પલટી ખાઈ જતા અંદર સવાર યુવકનું મોત
વાવડી નજીક પેટ્રોલપંપ પાસે ગોળાઈ વિસ્તારમાં શનિવારે સાંજે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. દીવથી ત્રણ યુવકો રાજકોટ જઈ રહયા હતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી. ઉપલેટા નિવાસી હાર્દીકભાઈ શાંતીલાલ કપુરા (ઉ.વ.38)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ કાલે રાજકોટના ગાંધીગ્રામ આઠ, રૈયાધાર વિસ્તારમાં રહેતા પ્રકાશ મોહનભાઈ કંટારીયા અને જયદીપભાઈ રાવલ સહિત અન્ય એક મળી કુલ ત્રણ લોકો સાથે પોતાની GJ-03-LR-5765 નંબરની કાર લઈને દીવથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાવડી ગામે પેટ્રોલપંપ પાસે ગોળાઈ વિસ્તારમાં કાર પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી હતી. પરિણામે ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની જમણી બાજુના ખાળિયામાં ઉતરી ગઈ હતી અને પલ્ટી મારી હતી. અકસ્માતમાં જયદીપભાઈ પ્રહલાદભાઈ રાવલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ધારી પોલીસે કાર ચાલક પ્રકાશ મોહનભાઈ કંટારીયા વિરુધ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read Original Article →