કાર્યવાહી:સાવરકુંડલાના યુવાને સાત પેઢી ખોલી 80 કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન કરી 36 લાખનું કમિશન મેળવ્યું

Gujarat4/7/2026, 12:00:00 AM
કાર્યવાહી:સાવરકુંડલાના યુવાને સાત પેઢી ખોલી 80 કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન કરી 36 લાખનું કમિશન મેળવ્યું
રાજકોટ પોલીસે સાવરકુંડલાનો સાગરીત મનીષ ચોલેરાને ઝડપી પાડયો હતો. સાવરકુંડલાનો વતની આરોપી મનીષ ખોડીદાસ ચોલેરાએ શિવ કોર્પોરેશન, હનુમંત ટ્રેડિંગ અને વલ્લભ ટ્રેડર્સ જેવી કુલ અલગ અલગ સાત બોગસ પેઢીઓ ચલાવતો હતો.આ પેઢીઓના એકાઉન્ટમાં અંદાજે 80 કરોડ રૂપીયાના ટ્રાન્ઝેક્શન થયા હતાં. આરોપીઓ દર 1 લાખના ટ્રાન્ઝેક્શન પર 450 રૂપીયા કમિશન મેળવતો હતો. જે મુજબ તેણે અત્યાર સુધીમાં રૂપીયા 36 લાખની કમાણી કરી હતી. આરોપીઓ ટેક્સમાં રાહત મેળવવા માટે જાણી જોઈને એગ્રિકલ્ચર, ખેતીવાડી પેઢીઓનો ઉપયોગ કરતા હતા. જેથી મોટા વ્યવહારો સરકારી એજન્સીઓની નજરમાં ન આવે તે માટે દુબઈ રહેતો હિરેન બેંક એકાઉન્ટની કીટ પહોંચાડતો હતો. આ કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકીના એક હિરેન લીંબાસીયા છેલ્લા એક વર્ષમાં 16 વખત વિદેશ પ્રવાસ કરી ચૂક્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, હિરેન અવાર નવાર દુબઈ જઈને બેંક એકાઉન્ટની કીટ પહોંચાડતો હતો. હાલ રિમાન્ડ મેળવીને દુબઈના આકાઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.મનીષ ખોડીદાસ ચોલેરાએ મોટાભાગે યસ બેંક, એક્સિસ બેંક અને ICICI બેંકમાં જ ખાતા ખોલાવતો હતો. મનીષ ચોલેરા અગાઉ પકડાયેલા આરોપી મનીષ કમાણી અને વિવેક ભાલીયાના સંપર્કમાં હતો. તે એકાઉન્ટમાં આવતા નાણાંમાંથી પોતાનું કમિશન કાપી બાકીની રકમ રોકડ સ્વરૂપે આગળની ચેનલને મોકલી આપતો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસે અત્યાર સુધી આ કેસમાં તેલંગાણાના આદિલુદીન મહમદ અને મિહિર રંગાણી સહિતના સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હજુપણ આ રેકેટમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા છે.
Read Original Article →