જાનહાનિ ટળી:થોરડી નજીક કારની LEDથી ગેસ ભરેલ ટેન્કર ચાલકની આંખ અંજાતા ડિવાઈડર ઉપર ચડ્યું

Gujarat5/13/2026, 12:00:00 AM
જાનહાનિ ટળી:થોરડી નજીક કારની LEDથી ગેસ ભરેલ ટેન્કર ચાલકની આંખ અંજાતા ડિવાઈડર ઉપર ચડ્યું
સાવરકુંડલાથી રાજુલા હાઈવે પર થોરડી નજીક રાત્રીના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં સદનસીબે જાનહાનિ ટળી હતી. પીપાવાવ પોર્ટથી ગેસ ભરેલ ટેન્કર સાવરકુંડલા તરફ જઈ રહ્યું હતું. ત્યારે સામેથી આવતી એક કારમાં તેજ એલઈડી લાઈટના ઝળહળાટથી ટેન્કર ડ્રાઈવર અંજાઈ ગયો હતો. આચાનક દૃશ્યતા ઘટતા ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને ગેસ ભરેલું ટેન્કર ડિવાઈડર પર ચડી ગયું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા ટેન્કર પલ્ટી ખાઈ જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. જો કે ડ્રાઈવરની સતર્કતા અને સમજદારીના કારણે મહા મૂસીબતમાં પણ વાહનને કાબૂમાં રાખીને ટેન્કરને પલ્ટી ખાતું અટકાવ્યું હતું.આ બનાવના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ ઘટનાએ રાત્રિના સમયે હાઈવે પર તેજ એલઈડી લાઈટના ઉપયોગ અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા પણ હાઈવે પર વાહન ચાલકોને સાવચેતી રાખવાની અને હાઈ બીમ લાઈટનો અનાવશ્યક ઉપયોગ ટાળવાની અપીલ કરવામાં આવી છે.
Read Original Article →