આત્મહત્યાનો પ્રયાસ‎:બોરાળા ગામમાં બહેન સાથેના ઝઘડામાં યુવતીએ દવા પીતા હોસ્પિટલમાં દાખલ

Gujarat4/9/2026, 12:00:00 AM
ખાંભા તાલુકાના બોરાળા ગામે પરિવારિક ઝગડાની નાની બાબત ગંભીર બની જતા એક યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખાંભાના બોરાળા ગામે રહેતી દિવ્યાબેન દેવાભારતી નનુભારતી ગોસ્વામી (ઉ.વ.23) પોતાના ઘરે બપોરનું જમવાનું બનાવી રહી હતી. તે દરમિયાન તેમની બહેન મીતેલબેને રસોઈ બનાવવાની બાબતે ટિપ્પણી કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન થયેલા ઝગડાની વાત દિવ્યાબેનના મનમાં લાગી આવતા તેમણે પોતાના ઘરે કપાસના પાકમાં છાંટવા માટે રાખેલી દવા પી લીધી હતી. આ બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તરત જ દિવ્યાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ખાંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →