DLSS શાળાના છાત્રો ઝળક્યા:અમરેલીના 2 વિદ્યાર્થીએ સુવર્ણ, રજત પદક જીત્યા
અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અનેક રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન સ્પર્ધાની 5 કિલોમીટર દોડમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા, DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. જેમાં દીપાલી મેર શાનદાર દોડ સાથે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે એંજલ કુકડિયાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રજત પદક પોતાના નામે કર્યો હતો. બંને ખેલાડીઓની આ સિદ્ધિ તેમની દૃઢ મહેનત, નિયમિત તાલીમ અને નિષ્ઠાનું પરિણામ ગણાય છે. અનુભવી કોચ અને ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સતત તાલીમ આપવામાં આવતી હોવાથી તેઓ વિવિધ સ્પર્ધાઓમાં સફળતા મેળવી રહ્યા છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી સેન્ટરના રાજ્યોગીની કિંજલદીદી તેમજ બ્રહ્માકુમારી બહેનોની હાજરીમાં વિજેતા ખેલાડીઓ અને કોચ-ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Read Original Article →