કાર્યવાહી:જાફરાબાદમાંથી શંકાસ્પદ પશુનું 16 કિલો માંસ ઝડપાયું
જાફરાબાદ ખાતે લાઈટ હાઉસ રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસની સામે શંકાસ્પદ પશુનું માંસ મળી આવતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સવારે અંદાજે 11:45 કલાકે ફિશરીઝ ઓફિસ સામે એક એક્ટીવા સ્કૂટરમાંથી આશરે 16 કિલો જેટલું શંકાસ્પદ પશુનું માંસ મળી આવ્યું હતું. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ મોહનભાઈ શિયાળે જાણ કરી હતી. રૂપિયા 3200નું માસ કબ્જે કરવામાં આવ્યું છે. સાથે જ કિંમત રૂ.20,000નું GJ-14-BC-4682 નંબર વાળું મરૂન કલરનું સ્કૂટર પણ કબજે કરી લેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →