અમરેલીનું ગૌરવ:વિદ્યાસભાના હેન્ડબોલમાં 14 વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ સુવર્ણ પદક મેળવ્યો

Gujarat5/16/2026, 12:00:00 AM
અમરેલીનું ગૌરવ:વિદ્યાસભાના હેન્ડબોલમાં 14 વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ સુવર્ણ પદક મેળવ્યો
અમરેલી સ્થિત ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની ઇન્ટર DLSS હેન્ડબોલ બોયઝ લીગમાં સારું પ્રદર્શન કરી સુવર્ણ પદક પોતાના નામે કર્યું છે. આ સ્પર્ધાનું આયોજન તા. 26 એપ્રિલથી 1 મે દરમિયાન જૂનાગઢ જિલ્લાના ચાપરડા ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્યભરની વિવિધ તાલુકાઓમાંથી આવેલી શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમો વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગજેરા કેમ્પસ વિદ્યાસભાની ટીમે શરૂઆતથી જ પકડ મજબૂત કરી હતી. ખેલાડીઓએ સતત ઉત્કૃષ્ટ દેખાવ સાથે ફાઇનલ સુધી સફળ સફર ખેડી અંતે સુવર્ણ પદક હાંસલ કરી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કર્યું છે. હેન્ડબોલની આ વિજેતા ટીમમાં ઉસદડ વાસુ, બારૈયા સિદ્ધાર્થ, બાંભરોલીયા નૈતિક, વાઘેલા સૂર્યદિપ, શિયાળ વિજય, સોલંકી વિજય, મેણીયા હાર્દિક, બારૈયા રામજી, વેગડ અરૂણ, બારૈયા વિશાલ, બારૈયા રાહુલ, ડાભી હાર્દિક, બાળધિયા રાહુલ, ચૌધરી નવીન, દુડવે નરેશ અને મોર્યા અંશે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમજ શાળાના સ્પોર્ટ્સ સ્કૂલનું નિયમિત પ્રશિક્ષણ, ખેલાડીઓની મહેનત અને કોચિંગ સ્ટાફનું માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. ટીમને કોચ રવિભાઈ નાવડિયા તથા ટ્રેનર કમલેશભાઈ ભાલીયા અને ભૂમિબેન ડાંગર દ્વારા સતત માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ખેલાડીઓએ મેળવેલી આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, ગીરધરભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ સમગ્ર હેન્ડબોલ ટીમ, કોચ અને ટ્રેનિંગ સ્ટાફને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
Read Original Article →