પાલિકા અને ‎પંચાયતની ચૂંટણી:પાલિકા અને પંચાયતની 408 સીટ માટે 1314 ઉમેદવાર: 68 ટકા ફોર્મ અંતિમ દિવસે ભરાયા

Gujarat4/12/2026, 12:00:00 AM
અમરેલી જિલ્લામાં પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોએ ભારે ધસારો કરી મુક્યો હતો. અંતિમ દિવસે જ પાલિકા અને પંચાયત માટે કુલ 901 ફોર્મ ભરાયા હતા. જેને પગલે હવે 1314 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ 5 દિવસ સુધી ધીમી ચાલી હતી. બલકે કુલ ફોર્મ ભરાયા છે. તેના 68 ટકા ઉમેદવારોએ આજે અંતિમ દિવસે ફોર્મ ભર્યા હતા. જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જે પૈકી અમરેલી પાલિકા માટે આજે અંતિમ દિવસે 130 ફોર્મ ભરાયા હતા. ઉપરાંત કુંડલા પાલિકા માટે 74 અને બગસરા પાલિકા માટે 84 ફોર્મ ભરાયા હતા. તમામ છ પાલિકાના મળી અંતિમ દિવસે 451 ફોર્મ ભરાયા છે. જેથી કુલ ફોર્મ ની સંખ્યા 548 સુધી પહોંચી છે. આવી જ રીતે 11 તાલુકા પંચાયત માટે આજે 381 ફોર્મ ભરાતા હવે કુલ 639 ઉમેદવાર થયા છે. જ્યારે અમરેલી જિલ્લા પંચાયતની 34 સીટ માટે અંતિમ દિવસે 69 ફોર્મ ભરાતા કુલ ઉમેદવારની સંખ્યા 127 પર પહોંચી છે. આમ પાલિકા પંચાયત માટે અંતિમ દિવસે 901 ફોર્મ ભરાયા હતા અને તમામ મળી કુલ ઉમેદવારની સંખ્યા 1314 પર પહોંચી છે. કઈ પાલિકામાં કેટલા ઉમેદવાર ? કઈ તાલુકા પંચાયતમાં કેટલા ઉમેદવાર ?
Read Original Article →