અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સાણંદમાં બેઠક:‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’ અભિયાનના કાર્યક્રમોનું આયોજન
ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં યોજાનારા આગામી વિવિધ કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સંગઠનાત્મક આયોજન માટે સાણંદ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી. જેમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ તેમજ આગામી કાર્યક્રમો માટે વિશેષ જવાબદારી સંભાળી રહેલા વિવિધ કાર્યક્રમોના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડાએ આગામી કાર્યક્રમોને જન-જન સુધી પહોંચાડવા અને અભિયાનને વ્યાપક બનાવવા માટે સંગઠનના પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિવિધ કાર્યક્રમો માટે નિમાયેલા ઇન્ચાર્જ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા આયોજન અને આગામી રૂપરેખા અંગેની વિગતવાર માહિતી મેળવીને તેની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની છેલ્લા 12 વર્ષની જનહિતની યોજનાઓ, વિકાસ કાર્યો અને સુશાસનને જિલ્લાના છેવાડાના માનવી સુધી અસરકારક રીતે કેવી રીતે પહોંચાડવું તે અંગે પણ વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાણંદ ખાતે મળેલી આ બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને ઇન્ચાર્જે ‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’ અભિયાનને અમદાવાદ જિલ્લામાં સફળ બનાવવા માટેનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →