વિધવા મહિલાને હેરાન કરનાર આરોપીને 2 વર્ષની સખત કેદ:જાતીય સતામણી કરવા કોશિશ કરી અને 10 વર્ષની પુત્રી ઉપર એસિડ ફેંકવાની ધમકી આપી'તી
ફરિયાદી એક છૂટાછેડા લીધેલ મહિલા છે. જેના જણાવ્યા મુજબ આરોપી સંજય વણોલ છેલ્લા કેટલાક સમયથી તેમનો પીછો કરતો હતો, અગાશી પરથી ગંદા ઈશારા કરતો હતો તેમજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. વર્ષ 2023ના એક દિવસે કચરો નાખવા બાબતે થયેલી તકરારમાં આરોપીએ ફરિયાદીનો હાથ પકડી છેડતી કરી હતી, ગાળો આપી હતી અને વિધવા મહિલા તેમજ તેની 10 વર્ષની દીકરી ઉપર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે IPCની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. આરોપીને 2 વર્ષની કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ
ફરિયાદી પક્ષ તરફથી 8 સાહેદ અને 3 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે ફરિયાદીની ઉલટતપાસ કરવાનો હક્ક બંધ થયો હતો અને અન્ય સાક્ષીઓની ઉલટતપાસમાં આરોપીએ એવી દલીલ કરી હતી કે પાણી ઢોળવા બાબતે ચાલીમાં સામાન્ય ઝઘડો થયો હતો અને ખોટો કેસ કરવામાં આવ્યો છે. મેટ્રો કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખીને આરોપીને જાતીય સતામણી અને ધમકી આપવાના ગુનામાં દોષિત ઠેરવીને કુલ 2 વર્ષની કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Read Original Article →