મંડે પોઝિટીવ:પોલીસ સ્ટેશન, કોર્ટના ધક્કાનું વિચાર્યા વિના અકસ્માતમાં લોહીલુહાણ બે લોકોને હોસ્પિટલ પહોંચાડી ‘રાહવીર’ બન્યા, સરકારે સન્માનિત કર્યા

Gujarat4/6/2026, 12:12:30 AM
મંડે પોઝિટીવ:પોલીસ સ્ટેશન, કોર્ટના ધક્કાનું વિચાર્યા વિના અકસ્માતમાં લોહીલુહાણ બે લોકોને હોસ્પિટલ પહોંચાડી ‘રાહવીર’ બન્યા, સરકારે સન્માનિત કર્યા
અકસ્માત સર્જાય ત્યારે લોકો પોલીસ કાર્યવાહી કે કોર્ટના ધક્કાથી ડરી મદદ કરવાનું ટાળે છે, પણ શહેરના બે રાહવીરે તેની ચિંતા કર્યા વગર અકસ્માતમાં ઘવાયેલા લોકોની મદદે આવ્યા હતા. આ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર કચેરીએ ‘રાહવીર યોજના’ અંતર્ગત બંનેને 25-25 હજાર ઇનામ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. એક રાહવીરે બાવળા હાઈવે પર અકસ્માતમાં કચ્ચરધાણ નીકળી જવા છતાં ગેસ કટરથી કાપી જીવિત લોકોને બહાર કાઢ્યા હતા. બીજા રાહવીરે સનાથલ સર્કલ પરના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો. કિસ્સો 1: બાવળા હાઈવે પર કારમાં ફસાયેલા ડ્રાઈવરનું બચવું મુશ્કેલ હતું બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડ્રાઈવર લોખંડનાં પતરાં વચ્ચે ફસાયો હતો. એ સમયે બાવળાના ‘રાહવીરે’ ત્યાં પહોંચી જોયું કે ઈજાગ્રસ્તના શ્વાસ ખૂટી રહ્યા છે. એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની રાહ જોવામાં જો મોડું થશે તો જીવને જોખમ છે. યુવકે તાત્કાલિક ગેસ કટરની વ્યવસ્થા કરી એકત્ર થયેલા લોકોની મદદથી ગેસ કટરથી કારના પતરાં કાપી જીવ બચાવ્યો હતો. એક નાની ભૂલ ઈજાગ્રસ્તનો જીવ લઈ શકત, પણ ચોકસાઇથી કામ કરતા ભારે જહેમત બાદ લોખંડના પતરાં કાપી ઈજાગ્રસ્તને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાતા તેનો જીવ બચ્યો હતો. કિસ્સો 2: સનાથલ સર્કલ પાસેના યુવતી વાહનની ટક્કરે ફંગોળાતા ઈજા થઈ હતી સનાથલ સર્કલ પાસે અકસ્માતની બીજી ઘટનામાં સાંજે 4થી 5 વાગ્યા વચ્ચે ટ્રાફિકમાં એક 20 વર્ષની યુવતી પૂરપાટ વાહનની અડફેટે આવતાં હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. રજાના કારણે રસ્તા સૂમસામ હોવાથી યુવતીની મદદ કરનાર કોઇ જણાતું નહોતું. આ સમય દરમિયાન નોકરીએથી પરત ફરતી એક વ્યક્તિએ ગંભીર ઇજાગ્રસ્ત યુવતીને જોતાં જ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા સોલા સિવિલ હોસ્પિટલ લઈ જતા તેને સમયસર સારવાર મળી ગઈ હતી. અત્યાર સુધી 85 રાહવીરને 6.18 લાખ ચૂકવાયા અકસ્માતના એક કલાકની અંદર જ ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઇ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે તો તેને પ્રોત્સાહન અપાય છે. આ રકમ પહેલા 5 હજાર હતી, તેને વધારીને 25 હજાર કરાઇ છે. ગુજરાતમાં 2023થી જાન્યુઆરી 2026 સુધીમાં 85 રાહવીરને 6.18 લાખની સહાય અપાઇ છે. મગજ-કરોડરજ્જુની ઈજા, મોટી સર્જરી કે દર્દીને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવાના ગંભીર કિસ્સામાં આ સહાય મળે છે. આ સ્થિતમાં સારવાર દરમિયાન મૃત્યુ થાય તો પણ રાહ-વીર સહાયને પાત્ર છે. 50% મોત સમયસર સારવારના અભાવે થયા
Read Original Article →