મર્સિડીઝ કારમાં 69 લાખના હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી:અમદાવાદમાંથી 2 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો, એરપોર્ટથી ટ્રોલી બેગમાં મેળવ્યો હતો જથ્થો
અમદાવાદમાં ડ્રગ્સ, હેરોઈન અને અન્ય નશીલા પદાર્થોની સાથે હાઇબ્રિડ ગાંજાનું ચલણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે.જેના કારણે દરરોજ હાઇબ્રિડ ગાંજાના પેડલરો ઝડપાઈ રહ્યા છે.ત્યારે અમદાવાદ SOG ક્રાઈમની ટીમે વિજય ચાર રસ્તા નજીકથી મર્સીડીસ કારમાં ગાંજો લઈને આવેલા પેડલરને ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનનો પરંતુ હાલ નારણપુરામાં રહેતો હાર્દિક કલાલ આ ગાંજો કોને આપવા માટે નીકળ્યો હતો અને તે ગાંજો ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. રાજસ્થાનથી અમદાવાદ મોકલાયો ગાંજાનો જથ્થો
બોપલનો અર્ચિત અગ્રવાલ અને તેનો મિત્ર લાલો સોની પણ હંમેશા મર્સીડીસ કારમાં જ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા નીકળતા હતા. હવે હાઇબ્રિડ ગાંજાના પેડલરો પોલીસની નજરથી બચવા માટે લક્ઝરી કારમાં જ ડિલિવરી કરતા હોય તેમ લાગી રહ્યું છે.SOGના પોલીસ ઈન્સ્પેક્ટર ગોહિલ અને ભટ્ટને માહિતી મળી હતી કે રાજસ્થાનથી આવેલો હાઇબ્રિડ ગાંજો અમદાવાદમાં વેચવા માટે લાવવામાં આવ્યો છે જેથી પોલીસે વિજય ચાર રસ્તા પાસે હાર્દિક કલાલની અટકાયત કરી હતી. હાર્દિકે કાર ભૂપેન્દ્ર પરમાર પાસેથી લીધી
હાર્દિકની પૂછરપછ દરમિયાન તેની પાસે રહેલી મર્સિડિઝ કારમાંથી ગાંજો મળી આવ્યો હતો.પોલીસે કુલ 2 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કીમત 69 લાખથી પણ વધુ છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મર્સિડિઝ કાર ભુપેન્દ્ર પરમાર નામના વ્યક્તિની છે.જેમની પાસેથી હાર્દિકને પૈસા લેવાના હોવાથી ભૂપેન્દ્ર પાસેથી કાર લીધી હતી. એરપોર્ટથી ટ્રોલી બેગમાં ગાંજો આપવામાં આવ્યો
હાર્દિકે આ ગાંજો તેના સંબંધી પ્રદીપ કલાલના કહેવાથી એરપોર્ટ પાસેથી મેળવ્યો હતો.એરપોર્ટથી ટ્રોલી બેગમાં ગાંજો હાર્દિકને આપવામાં આવ્યો હતો. એરપોર્ટથી ગાંજાના કુલ નવ પેકેટ આવ્યા હતા જેમાંથી સાત પેકેટ જે વ્યક્તિ ગાંજો આપ્યો હતો તે જ લઈ ગયો હતો l,જ્યારે બે પેકેટ ગાડીમાં પડ્યા હતા. આ ગાંજો ક્યાંથી આવ્યો કોણે મોકલ્યો અને કોને આપવાનો હતો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો: બેંગકોકથી અમદાવાદની ફલાઈટમાંથી 6 કિલો ગાંજા સાથે એક શખસ ઝડપાયો:અબુ ધાબીથી અમદાવાદ એરપોર્ટ આવેલા મુસાફર પાસેથી વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર નશીલા પદાર્થો સહિત વિદેશી સિગારેટની દાણચોરીનું પ્રમાણ વધતું જાય છે. જો કે કસ્ટમ વિભાગના અધિકારીઓની બાજ નજરના કારણે દાણચોરી કરનારા શખ્સો ઝડપાઈ જાય છે. બે ફલાઇટમાં આવેલા મુસાફરોને ઝડપી લઇને ગાંજો (ભાંગ) અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.સંપૂર્ણ સમાચાર વાંચો અમદાવાદ એરપોર્ટ પરથી 50 કરોડના હેરોઇન સાથે શખસ ઝડપાયો:મહિલાએ મલેશિયામાં જથ્થો આપ્યો'તો, થાઇલેન્ડથી આવેલા મુસાફરને 6 કિલો ગાંજા સાથે દબોચ્યો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની વધતી જતી પ્રવૃત્તિને ધ્યાનમાં લઇને કસ્ટમ્સ અધિકારીઓ સાવચેત થઇ ગયા છે. જેના ભાગરૂપે જ અમદાવાદના કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી છે. મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી 9.30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે.સંપૂર્ણ સમાચાર વાંચો અમદાવાદ એયરપોર્ટ પરથી 3 દિવસમાં બીજી વખત ગાંજો ઝડપાયો:બેંગકોકથી બેગમાં છુપાવીને આવેલા ભારતીય પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત, મુસાફરની ધરપકડ અમદાવાદ એયરપોર્ટ પરથી નશાકારક પદાર્થોની દાણચોરીનો સિલસિલો યથાવત છે. ત્યારે ગત 4 એપ્રિલના રોજ બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડથી વધુ થવા જાય છે.સંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →