PGમાં સાથે રહેતા, ખાતા-પીતા રુમ પાર્ટનરે જ જીવ લીધો:દરવાજો મોડો ખોલવાની તકરારમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, વેજલપુર પોલીસે બંને હત્યારાઓને દબોચ્યા
જીવરાજ પાર્ક નજીક આવેલા એક પીજી આવાસમાં રહેતા બે યુવાનો વચ્ચે દરવાજો ખોલવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારમાં યુવકની હત્યા થઈ હતી. એક યુવકે અન્ય મિત્ર સાથે મળીને મૃતક યુવકના પેટમાં છરીનો ઘા મારી તેની હત્યા કરી હતી.પોલીસે હત્યારા કરનારા બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. વહેલી સવારે બંને વચ્ચે દરવાજો મોડો ખોલવા બાબતે તકરાર થઈ હતી
હિરેન મનશીભાઈ સોલંકી (ઉં.વ. 25) એપલ સ્ટોરમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો, તે જીવરાજ પાર્ક નજીક આવેલા એક પીજી આવાસમાં મહાવીરસિંહ મહોબતસિંહ જાદવ (ઉં.વ. 23, મૂળ સુરેન્દ્રનગર) અને રણવીરસિંહ સાથે રહેતો હતો.મહાવીરસિંહ પણ એપલ સ્ટોરમાં જ કામ કરતો હતો.બંને યુવાનો સાથે રહેતા હોવાથી પીજીના કબાટમાં પોતાનો સામાન મૂકવા જેવી સામાન્ય બાબતોને લઈને તેમની વચ્ચે નાની-મોટી બોલાચાલી થતી રહેતી હતી. પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી
આ દરમિયાન બુધવારે વહેલી સવારે બંને વચ્ચે દરવાજો મોડો ખોલવા બાબતે તકરાર થઈ હતી.જેમાં ઉશ્કેરાઈ ગયેલા મહાવીરસિંહે રણવીરસિંહ સાથે મળીને પોતાની પાસે રહેલી છરી હિરેનના પેટમાં મારી દીધી હતી, જેના કારણે હિરેનનું મોત થયું હતું. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહાવીરસિંહ અને રણવીરસિંહની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, હત્યા સમયે રણવીરસિંહ મહાવીરસિંહને છરી આપી હતી.દરવાજો ખોલવા અને સામાન લેવા બાબતે જ હત્યા કરવામાં આવી હતી. 12 મેની સાંજે બાઈક લઈને ગુમ થનાર યુવકની લાશ મળી
અન્ય એક બનાવમાં ચાંદખેડાના ઝુંડાલ સર્કલ પાસેથી લથપથ હાલતમાં જસ્મિતસિંગની લાશ મળી આવી હતી. મૃતક જસ્મિતસિંગ પેથાપુરના લાભ એપાર્ટમેન્ટમાં રહેતો 30 વર્ષીય જસ્મિતસિંગ 12 મેની સાંજે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો, પરંતુ તે જીવતો પરત ન ફર્યો અને ચાંદખેડા પોલીસે પરિવારને 13 મેની સવારે હત્યાની જાણ કરી હતી. પોલીસે હત્યા મામલે.તપાસ હાથ ધરી હતી. મૃતકની પત્ની અજીતકૌરે પોલીસને જણાવ્યું હતું કે જસ્મિતના ચાંદખેડાની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.આ યુવતી જસ્મિતને અવારનવાર પૈસા માટે બ્લેકમેલ કરતી હતી અને ધમકી આપતી હતી કે, હું માણસા રહેતા મારા મામાના દીકરા પાસે તારું મર્ડર કરાવી દઈશ ત્યારે ચાંદેખડા પોલીસે શંકાસ્પદ પ્રેમિકા દીપકૌર બાવરી, માનસિંગ બાદલસીંગ ટાંક સહિતના લોકોની તપાસ ચાલી રહી છે. યુવક પર હુમલો કરીને એક આરોપી ફરાર, એકની અટકાયત કરી
ચાંદખેડા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક જ્યારે પ્રેમિકા દીપકૌરના ઘરે હાજર હતો ત્યારે મૂળ મુંબઈ માનસિંગ ટાંકે આવીને છરીથી જીવલેણ હુમલો કરી દીધો હતો અને ત્યાંથી મૃતક ભાગતો ભાગતો મુખ્ય રોડ સુધી આવ્યો હતો. ત્યાં માનસિંગ ટાંકે મૃતકને અસંખ્ય છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી અને દીપકૌરને લઇને ટ્રેન મારફતે ફરાર થઈને દીપકૌરના બહેન મહેમદાવાદ રહે છે ત્યાં ગયા હતા. જ્યાંથી માનસિંગ કપડાં બદલીને ફરાર થઈ ગયો હતો. ચાંદખેડા પોલીસના હાથે દીપકૌર આવી ગઈ હતી. હાલ ચાંદખેડા પોલીસે દીપકૌરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે કે, હત્યા કરવા કોણ કોણ આવ્યું હતું અને હત્યા પાછળનું સાચું કારણ શું છે, કેમ કે હત્યા પાછળનું પ્રાથમિક કારણ ભૂંડ પકડવાની બાબત પણ સામે આવી રહી છે. હત્યામાં પ્રેમિકા દીપકૌર અને શામેલ છે કે નહીં તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →