400 CCTV ફંફોળી પોલીસે જોડીયા ભાઈ સહિત ત્રણને શોધી કાઢ્યા:વટવા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી મુંબઈ ફરવા નીખળ્યા હતા, સાયકલ પર જુહુ અને બાંદ્રા ફર્યા
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા બે જોડીયા ભાઈ અને એક યુવક ઘરેથી કોઈને કહ્યા વગર સાયકલ સાથે ટ્રેનમાં બેસી નીકળી જતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. બંને ભાઈઓ અને યુવક અમદાવાદથી મુંબઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેયને શોધવા માટે 400 જેટલા સીસીટીવી ફંફોળ્યા હતા. ત્રણેય મુંબઈના જુહુ અને બાંદ્રામાં સાયકલ લઈ ફર્યા હતા. મુંબઈથી પરત વડોદરા આવ્યા હતા. વડોદરા સ્ટેશન પર જ્યારે હતા ત્યારે જ પોલીસે ત્યાં પહોંચી ત્રણેયને કબજો લીધો હતો. જ્યારે બંને જોડીયા ભાઈનું તેના માતાપિતા સાથે મિલન કરાવાયું ત્યારે પોલીસ સ્ટેશન પર ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જન્મદિવસની ઉજવણી માટે ભેગા થયા બાદ ફરવા નીકળ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં 12 વર્ષના બે સગા જોડીયા ભાઈઓ અને 18 વર્ષનો યુવક રહે છે. ત્રણેય 29 મેના રોજ તેમના મિત્રના જન્મદિવસની ઉજવણીમાં ભેગા થયા હતા. બર્થ ડે પાર્ટી દરમિયાન આ ત્રણેય મિત્રોએ બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. 31 મેના રોજ બપોરે વટવા વિસ્તારમાંથી આ ત્રણેય ભેગા મળીને નીકળી ગયા હતા. બે ભાઈઓ અને યુવક ઘરે ન હોવાની જાણ માતા-પિતાને થતા તેઓ પોલીસ પાસે પહોંચ્યા હતા ને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્રણેય મિત્રો પોતાની સાયકલો લઈને વટવા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી સાયકલ સાથે જ ટ્રેનમાં બેસીને તેઓ પહેલા વડોદરા (બાજવા) સ્ટેશને ગયા હતા. રાતનો સમય થયો હોવાથી તેઓ રાત્રે જ રેલવે સ્ટેશન પર સુઈ ગયા હતા અને પછી મુંબઈ જવાની ટ્રેનમાં તેઓ બેસી ગયા હતા. ટ્રેનમાં સાયકલ પોતાની સાથે જ રાખી હતી.મુંબઈમાં બે દિવસ રોકાયા હતા. સાયકલ પોતાની સાથે જ હતી અને સાયકલ ઉપર તેઓ જુહુ ચોપાટી, બાંદ્રા અને અન્ય જોવાલાયક સ્થળોએ ગયા હતા. સીસીટીવી તપાસતા સાયકલ લઈ ટ્રેનમાં બેસતા જોવા મળ્યા હતા
વટવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળકો પોતાના ઘરેથી નીકળ્યા ત્યારબાદ રોડ પરના અને અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ જ્યારે તપાસવામાં આવ્યા ત્યારે પોલીસને રેલવે સ્ટેશન પર સાયકલ લઈને જતા જોવા મળ્યા હતા. જેથી ટ્રેનમાં બેસી અને ગયા હોવાની શંકા ગઈ હતી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. વટવા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ અલગ-અલગ ટીમો બનાવી હતી. મુંબઈ સુધીના રેલ્વે સ્ટેશનો અને મોટા શહેરોમાં બાળકોના ફોટા સોશિયલ મીડિયા અને લોકલ પોલીસમાં વહેતા કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. વડોદરા સ્ટેશન પરથી ત્રણેય મળી આવ્યા
ત્રણેય મિત્રો 4 જૂનના રોજ મુંબઈથી ટ્રેન પકડીને તેઓ પરત વડોદરા રેલવે સ્ટેશન આવ્યા હતા અને ત્યાં રાત્રે સ્ટેશન નજીક સુતા હતા ત્યારે જ અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને માહિતીના આધારે તપાસ કરતાં વડોદરા રેલવે સ્ટેશન પર પરત આવ્યા હોવાથી પ્લેટફોર્મ ઉપર તપાસ કરતા બીજા લોકો સુતા હતા ત્યાં ત્રણેય સૂતેલી હાલતમાં વટવા પોલીસની ટીમને મળી આવ્યા હતા. વટવા પોલીસ દ્વારા ત્રણેયને અમદાવાદ પરત લાવવામાં આવ્યા હતા અને તેમના માતા પિતાને સહી સલામત સોંપવામાં આવ્યા હતા. ત્રણ દિવસ મુંબઈમાં ફર્યા, મંદિર અને મસ્જિદમાં રોકાયા
વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એ.વછેટાએ જણાવ્યું હતું કે 12 વર્ષના બે જોડીયા ભાઈઓ અને 18 વર્ષીય યુવક ફરવા માટે ઘરેથી નીકળીને વટવા રેલવે સ્ટેશનથી સાયકલ લઈને ટ્રેનમાં બેસી વડોદરા ગયા હતા. વડોદરાથી ટ્રેનમાં મુંબઈ ગયા હતા મુંબઈમાં ત્રણ દિવસ અલગ અલગ જગ્યાઓએ ફર્યા હતા અને મંદિર તેમજ મસ્જિદમાં રોકાયા હતા. દરેક જગ્યાએ સાયકલ લઈને તેઓ ગયા હતા. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને રોડ પરથી લઈને રેલ્વે સ્ટેશન સહિતના અલગ અલગ જગ્યાના 400 જેટલા સીસીટીવી ફૂટે તપાસ કર્યા બાદ વડોદરા રેલવે સ્ટેશન પર સુતેલી હાલતમાં મળી આવ્યા હતા. બે બાળકો અને યુવકને સહી સલામત તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા છે 18 વર્ષીય યુવકની માનસિક સ્થિતિ નબળી છે અને તેની સારવાર પણ હાલ ચાલી રહી છે. અગાઉ પણ એક વખત ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો તો આવ.
Read Original Article →