વટવામાં ખુલ્લી તલવારો સાથે ગેંગનો આતંક:કારમાં આવી રસ્તા પર તલવારો ઘસીને તિખારા ઝરાવ્યા; યુવકના ઘરે જઈ મારી નાખવાની ધમકી

Gujarat4/12/2026, 7:37:14 AM
વટવામાં ખુલ્લી તલવારો સાથે ગેંગનો આતંક:કારમાં આવી રસ્તા પર તલવારો ઘસીને તિખારા ઝરાવ્યા; યુવકના ઘરે જઈ મારી નાખવાની ધમકી
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ચાર માળિયા પાસે આવેલા ઇન્સાનિયત નગર પાસે જાહેર રોડ ઉપર અસામાજિક તત્વોએ તલવારો વડે આતંક મચાવ્યો હતો. તલવારના જમીન અને દિવાલ પર ઘા મારવા લાગ્યા હતા અને ‘આજે જીવતો નથી મૂકવાનો’ એમ કહીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આરોપીઓ એક કારમાં આવ્યાં હતાં વટવા વિસ્તારમાં ચાર માળિયા પાસે ઇન્સાનિયત નગરમાં આબિદાબાનુ શેખ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં સાત બાળકો છે. ગઈકાલે 11 એપ્રિલના રોજ રાત્રે 10:00 વાગ્યાની આજુબાજુ આબીદાબાનું તેમના ઘરે પુત્રવધુ સાથે હાજર હતા. રાત્રે પોણા બાર વાગ્યાની આજુબાજુ આદિલ શેખ, ફારૂક ગરદન, મોઈન લંગડો તથા હુસેન ભાઈઓ સહિતના લોકો એકસંપ થઈને આવ્યા હતા. ચાર માળિયા પાસે આવીને ગાળાગાળી તેમજ જાહેરમાં બોલાચાલી કરવા લાગ્યા હતા. તમામ લોકોએ પોતાની પાસે રહેલી તલવાર જમીન અને દિવાલ ઉપર મારવા લાગ્યા હતા અને આદિલ કહેવા લાગ્યો હતો કે, સાકીર ક્યાં છે? આજે તેને જીવતો મુકવાનો નથી. પોલીસે તપાસ શરૂ કરી ગાડીમાં આવેલા શખ્સો દ્વારા જાહેરમાં ભય ઊભો કરવામાં આવ્યો હતો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. મોડીરાત્રે જાહેરમાં તલવારો વડે આતંક મચાવવા બદલ ચાર જેટલા શખસ વિરુદ્ધ આબીદાબાનું દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Read Original Article →