સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હાઇકોર્ટમાં અરજીઓ:વાપીમાં એક સંભવિત ઉમેદવાર સોસાયટીના ચોથા માળે રહે તેનું નામ વોટર લિસ્ટમાં નહીં, નીચેના ત્રણ માળના લોકોના નામ

Gujarat4/9/2026, 10:31:00 AM
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હાઇકોર્ટમાં અરજીઓ:વાપીમાં એક સંભવિત ઉમેદવાર સોસાયટીના ચોથા માળે રહે તેનું નામ વોટર લિસ્ટમાં નહીં, નીચેના ત્રણ માળના લોકોના નામ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. જેને લઈને SIR બાદ મતદાર યાદી પણ જાહેર થઈ ચૂકી છે. આ ચૂંટણીઓ અને મતદાર યાદીને લઈને ઉમેદવારો તેમજ સંભવિત ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી રહ્યા છે. 1. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત એક સંભવિત ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ તેનું નામ પોરબંદર વિધાનસભાની મતદાર યાદીમાં છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકાની યાદીમાં નથી. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, એક સંભવિત ઉમેદવાર છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. આ સંદર્ભે તેને સંબંધિત અધિકારીને વારંવાર તેનું નામ પોરબંદર મહાનગરપાલિકાની યાદીમાં સમાવવા રજૂઆત કરી હતી. જેને અધિકારીએ માન્ય પણ રાખી હતી. તેમ છતાં ફાઈનલ વોટર લિસ્ટમાં તેનું નામ નહોતું. તેના રહેણાંકના આજુબાજુના લોકોના નામ પણ મતદાર યાદીમાં છે. જો કે સામા પક્ષે વકીલનું કહેવું હતું કે તે કોર્પોરેશન એરિયાની બહાર રહે છે. જો કે હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખતા વોર્ડ નંબર 9ની મતદાર યાદીમાં તેનું નામ સમાવવા નિર્દેશ આપ્યા છે. 2. બીજી અરજી વાપીના એક વકીલ દ્વારા કરવામાં આવી હતી. જેના જણાવ્યા મુજબ તે વાપીના છરવડા વિસ્તારની રાજમોતી સોસાયટીમાં રહે છે. SIR બાદ બ્લોક લેવલ ઓફિસરે તેનું નામ વાપી નગરપાલિકાની યાદીમાંથી હટાવી દીધું હતું, તેનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં છે. તે પોતે વકીલ હોવાથી સવારે 11 થી 05 માં ઘરે ના હોય અને કામે હોય તેવું બની શકે. વળી વાપી હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. છરવડા વિસ્તાર વાપી નગરપાલિકાનો ભાગ છે. તેનું નામ વાપીની મતદાર યાદીમાંથી બાદ થયું હોવાની ખબર પડતાંફોર્મ 06 ભર્યું હતું. તેમ છતાં તેનું નામ મતદાર યાદીમાં સામેલ થયું નથી. તે વાપીના મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે એક ઉમેદવાર છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે એક સોસાયટીમાં ચોથા માળે રહે છે. તેનું નામ મતદાર યાદીમાં નથી. પરંતુ નીચેના ત્રણ માળમાં રહેતા લોકોના નામ મતદાર યાદીમાં છે, તે કેવી રીતે સંભવ બને ? જો કે સામા પક્ષના વકીલે કહ્યું હતું કે અરજદારનું નામ GIDC વિસ્તારમાં બોલી રહ્યું છે. અરજદારનું કહેવું હતું કે તે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યો છે અને તેની પાસે પાર્ટીનો મેન્ડેટ પણ આવી ચૂક્યો છે. હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને તેનું નામ વોર્ડ નંબર 05ની મતદાર યાદીમાં સમાવેશ કરવા હુકમ કર્યો છે. 3.એક અરજદારે અરજી કરી હતી કે પહેલા તે દસક્રોઈ રહેતો હતો. ત્યારબાદ અરવલ્લી ખાતે રહેવા જતા તેને નામ બાયડની મતદાર યાદીમાં સમાવેશ કરવા અરજી આપી હતી. હવે તે બાયડની ચૂંટણીમાં ભાગ લેવા માંગે છે, પરંતુ તેનું નામ દસ્ક્રોઈમાં બોલે છે. આથી હાઇકોર્ટે અરજદારની બાહેંધરી માગી હતી કે તે અમદાવાદની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં તેવી બાહેધરી આપે. આ સાથે જ અરજદારની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
Read Original Article →