અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડથી વધુના ગાંજા સાથે શખસ ઝડપાયો:યુ.પી.નો વતની બેંગકોકથી અમદાવાદ આવ્યો ને દિલ્હી જવાનો હતો

Gujarat5/22/2026, 9:00:22 AM
અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડથી વધુના ગાંજા સાથે શખસ ઝડપાયો:યુ.પી.નો વતની બેંગકોકથી અમદાવાદ આવ્યો ને દિલ્હી જવાનો હતો
અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે ગુનેગારો માટે સોફટ ટાર્ગેટ હોય તેમ માનીને દાણચોરી કરતાં હોવાનું જણાઇ રહ્યું છે. પરંતુ કસ્ટમ્સના અધિકારીઓની બાજ નજરના કારણે એક પછી એક કન્સાઇમેન્ટ પકડાતાં જાય છે. તાજેતરમાં ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ઘટનાની સ્યાહી હજુ સૂકાઇ ન હતી. ત્યાં વળી અંદાજે 50 કરોડની કિંમતનું હેરોઇન પકડાયું હતું. ત્યાં વળી પાછું 20મીની મધ્યરાત્રિએ થાઇ એરવેઝમાં આવેલાં મુસાફર પાસેથી 20 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડી પાડયો છે. આંતર રાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના એક કિલોની એક કરોડ કિંમત આંકવામાં આવે છે. જેથી આ 20 કિલોથી વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે. દિલ્હીથી બેંગકોક જઇને ગાંજાના જથ્થા સાથે અમદાવાદ આવેલાં ઉત્તર પ્રદેશના મુસાફરને કસ્ટમ્સ વિભાગે ઝડપી લઇને તેની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ પામેલાં આરોપીને વધુ તપાસ માટે DRIને હસ્તગત કરવામાં આવ્યો છે. DRIએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ ગાંજાનો જથ્થો કયાંથી, કોની પાસેથી લઇને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ટ્રોલી બેગમાંથી ગાંજાના 19 સીલબંધ પેકેટ મળ્યા ગત તા.20મીની મધ્ય રાત્રિએ અને 21મીની વહેલી પરોઢિયે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઇટમાં મુસાફર પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી DRI તરફથી આપવામાં આવી હતી. આ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટલીજન્ટ યુનિટએ ખાસ વોચ રાખીને મુસાફરોના સામાનની ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેમાં એક મુસાફર પાસેની ટ્રોલી બેગમાં લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 19 સીલબંધ પેકેટ મળી આવ્યા હતાં. આ સામગ્રીના અનુગામી પરીક્ષણમાં તે ગાંજો હોવાનું ખુલ્યું હતું. યુપીના શખસની ધરપકડ જેથી કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ કુલ 20.366 કિલો (કિંમત 20 કરોડથી વધુ) પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો છે અને મુસાફર અંગત શ્રીવાસ્તવ (રહે. સહારનપુર, યુ.પી.)ની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 ની જોગવાઈઓ અનુસાર ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમદાવાદથી દિલ્હી જથ્થો લઈને જવાનો હતો કસ્ટમ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આરોપી અંગત શ્રીવાસ્તવની પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે દિલ્હીથી બેંગકોક ગયો હતો. જયાંથી તેને કોઇએ આ જથ્થો આપ્યો હતો. તે લઇને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો. અમદાવાદથી દિલ્હી જવાનો હતો. આ તેની આંતરરાષ્ટ્રીય પ્રથમ ફલાઇટ હતી અને તે અમદાવાદમાં તેનું આગમન થતાં કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો. કેસની વધુ તપાસ માટે આરોપીને ગાંજાના જથ્થાં સાથે DRIને સોંપવામાં આવ્યો છે. વિદેશી ગાંજાના જથ્થા મંગાવનારા ભારતમા વધ્યા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી ગાંજાનો જથ્થો પકડાવાના કિસ્સાંઓ ઉત્તરોત્તર વધતાં જાય છે. જેનાથી તે સાબિત થાય છે કે વિદેશી ગાંજાના જથ્થા મંગાવનારા ભારતમા વધ્યા છે. જેના કારણે જ એક અનુમાન મુજબ દર સપ્તાહે વિદેશી ગાંજાનો જથ્થો અમદાવાદ અથવા તો ભારતમાં મોકલવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો અમદાવાદ એરપોર્ટ પરથી 50 કરોડના હેરોઇન સાથે શખસ ઝડપાયો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની વધતી જતી પ્રવૃત્તિને ધ્યાનમાં લઇને કસ્ટમ્સ અધિકારીઓ સાવચેત થઇ ગયા છે. જેના ભાગરૂપે જ અમદાવાદના કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી છે. મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી 9.30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) બેંગકોકથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી 6 કિલો ગાંજો ઝડપાયો, વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો 17 મેના અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર વહેલી સવારે તથા ત્યારબાદ આવેલી બે ફલાઇટમાં આવેલા મુસાફરોને ઝડપી લઇને ગાંજો અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આંતર રાષ્ટ્રીય બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે. 6 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન 3 એપ્રિલ, 2026ના સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફરો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →