ભાસ્કર ખાસ:ગુજરાતમાં 25-34ના વયજૂથમાં પરણિત પુરુષોનું પ્રમાણ મહિલા કરતાં 22% ઓછું

Gujarat6/5/2026, 12:00:00 AM
ગુજરાતમાં 25-34ના વયજૂથમાં લગ્ન કરેલા પુરુષોનું પ્રમાણ મહિલા કરતાં 22% ઓછું છે. આ વયજૂથમાં 74 લાખ પુરુષોમાંથી 53.33% એટલે કે 39.51 લાખે લગ્ન કરેલા છે. જ્યારે આ વયજૂથમાં જ 70.11 લાખની મહિલા વસ્તીમાંથી 75.49% એટલે કે 52.92 લાખે લગ્ન કરેલા છે. કેન્દ્ર સરકારના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) સ્ટેટેસ્ટિકલ અને પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટનુ એનાલિસિસ કરતાં આ વિગતો સામે આવી છે. રાજ્યમાં 30-39ના વયજૂથમાં 25% એટલે કે દર ચોથા પુરુષે લગ્ન કર્યા નથી. આ ઉપરાંત રાજ્યમાં 30-64ના વયજૂથમાં કુલ 27.80 લાખ લોકોએ લગ્ન કર્યા નથી. તેમાંથી 76% પુરુષ (21.27 લાખ) અને 24% મહિલા (6.53 લાખ) છે. જો 20-64 વર્ષના વયજૂથનું વિશ્લેષણ કરતાં જાણવા મળે છે મહિલા વસ્તીમાં 20% એ લગ્ન કર્યા નથી. જ્યારે પુરુષોમાં 35% લોકોએ લગ્ન કર્યા નથી અપરણિત પુરુષો મહિલા કરતા બમણા નોંધ: (વસ્તીના પ્રમાણમાં %, 25-34 વયજૂથના લોકો સામેલ) 22 લાખ છૂટાછેડા લીધેલા, વિધવા કે અલગ રહે છે! રાજ્યમાં 22.43 લાખ લોકોના છૂટાછેડા થઇ ગયા છે અથવા વિધવા/વિધુર છે અથવા પતિ-પત્ની અલગ રહે છે. 30 વર્ષથી વધુ ઉંમરના લોકો અહીં સામેલ છે. રાજ્યમાં આવા પુરુષોની સંખ્યા 6.07 લાખ છે, જ્યારે મહિલાઓની સંખ્યા તેનાથી અઢી ગણી વધુ છે. મહિલા વસ્તીના 4.7% પતિથી અલગ રહે છે. ભાસ્કર એક્સપર્ટ - મિલિ કુકડિયા, ગુજરાત લીડ, Shaadi.com સ્ટેબલ કરિયરના લીધે વિલંબ,જેન-ઝીમાં પણ પ્રમાણ વધશે સ્થિરતાઃ પુરુષો પહેલા સ્થિરતાનો વિચાર કરે છે. એક ચોક્કસ ઉંમર પર આવી લાઇફસ્ટાઇલ અને કરિયર સ્ટેબલ થતા હોવાથી લગ્ન મોડા કરે છે. છોકરીઓની આશા વધુઃ એવું કહી શકાય કે છોકરીઓની આશા પણ પહેલા કરતાં વધી ગઇ છે. ઉંચી આવકવાળા છોકરાઓની માગ વધી છે. માતા-પિતાની ભૂમિકા ઓછીઃ પહેલા માતા-પિતાની ભૂમિકા વધુ હતી, હવે છોકરા-છોકરી પોતે પણ નિર્ણય લે છે. ઝેન-ઝીમાં પ્રમાણ વધશેઃ હાલનો ટ્રેન્ડ જોતા લાગે છે કે ઝેન-ઝીમાં મોટી ઉંમરે લગ્નનું પ્રમાણ વધશે. સ્થિરતા પહેલા લગ્ન પછીનું પ્રમાણ વધ્યું છે.
Read Original Article →