રીઢો ચોર ઝડપાયો:એસી કોચમાં જ ચોરી કરનારો ઝડપાયો, સાત ગુના ઉકેલાયા
પશ્ચિમ રેલવે અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનોના એસી કોચમાં ચોરી કરતા આંતરરાજ્ય રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કનૈયારામ ગરીબરામ (બિહાર)ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 1.50 લાખની કિંમતની મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાત્રિના સમયે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચમાં મુસાફરો ઊંઘતાં હોય ત્યારે તેમના કિમતી સામાનની ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં અનેક ગુના નોંધાયેલા હતા. હાલની કામગીરી દરમિયાન વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ અન્ય સંભવિત ગુના અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. આ શહેરોમાં ગુના નોંધાયા
Read Original Article →