બાલાસિનોર લઈ જઈ હુમલો કરી ધમકી આપી:રખિયાલમાં કારમાં વેપારીનું અપહરણ કરી ઢોર માર માર્યો
રખિયાલમાં રહેતા અને પાર્લરનો વ્યવસાય કરતા વશીકનો વર્ષ 2022 દરમિયાન ઇન્સ્ટાગ્રામ મારફતે એક પરિણીત યુવતી સાથે સંપર્ક થયો હતો. બાદમાં યુવતી તેમની દુકાને આવતી હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ બાબતની જાણ યુવતીના પતિને થતાં અગાઉ વશીકના ઘરે જઈ માથાકૂટ પણ થઈ હતી. જોકે ત્યારબાદ સમાધાન થતાં વશીકે યુવતી સાથેનો સંપર્ક બંધ કરી દીધો હતો. તેમ છતાં યુવતીના પતિએ અદાવત રાખી ગત 30 મેના રોજ વશીકને મહાગુજરાત બેકરી નજીક મળવા બોલાવ્યો હતો. બાદમાં અજીત મિલ ચાર રસ્તા પાસે ફરી મુલાકાત દરમિયાન આરોપીઓ કારમાં આવ્યા હતા. હાથ મિલાવવાના બહાને વશીકને કારમાં ખેંચી લઈ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ તેને ઓઢવ રિંગ રોડ થઈ બાલાસિનોર તરફ લઈ ગયા હતા, જ્યાં માર માર્યો હતો. દરમિયાન વશીકના મિત્રો કારનો પીછો કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, હુમલા બાદ આરોપીઓએ કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં વશીકના પરિવારજનો તેને પરત અમદાવાદ લાવ્યા હતા. ફરિયાદના આધારે રખિયાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Read Original Article →