કોમનવેલ્થને કારણે ફેઝ-3ની સ્પીડ વધારાઈ:થલતેજથી ગોધાવી વચ્ચે 10.8 કિમીના એલિવેટેડ રૂટ પર 9 મેટ્રો સ્ટેશન બનશે, એક જ ટ્રેક પર મેટ્રો-રેપિડ રેલ દોડશે
મેટ્રો ફેઝ-3 અંતર્ગત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન થલતેજ ગામથી ગોધાવી સુધી 10.8 કિલોમીટર લાંબી એલિવેટેડ લાઇન નાખશે. આ પ્રોજેક્ટના વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)ને કેન્દ્રની અંતિમ મંજૂરી બાકી છે, પરંતુ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી વિસ્તૃત ડિઝાઇન કન્સલ્ટન્સી સર્વિસ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ એલિવેટેડ રૂટ પર 9 સ્ટેશન હશે. ખાસ વાત એ છે કે, આ રૂટ પર રાજ્યમાં પ્રથમ વાર હાઈબ્રિડ મેટ્રો-આરઆરટીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. એટલે કે એક જ ટ્રેક પર લોકલ મેટ્રો અને હાઈ સ્પીડ રેપિડ રેલ દોડાવાશે. ડિઝાઇનિંગથી લઈ વાયડક્ટ, સ્ટેશનના બાંધકામ સહિતની તમામ કામગીરી 4 વર્ષમાં પૂરી કરવામાં આવશે. રૂ.2825 કરોડનો પ્રોજેક્ટ, ચાર વર્ષમાં કામ પૂરું કરાશે થલતેજ ગામ, કેનાલ રોડ, ગોધાવી મુખ્ય જંક્શન
10.8 કિમીની એલિવેટેડ લાઈન પર 9 મેટ્રો સ્ટેશન હશે, જેમાંથી થલતેજ ગામ, કેનાલ રોડ, ગોધાવી (SWASA) સ્ટેડિયમ મુખ્ય જંક્શન હશે. 2825 કરોડનો ખર્ચ આ પ્રોજેક્ટ પાછળ કરાશે. ફેઝ-3નું કામ 2 ભાગમાં કરાશે મેટ્રો અને RRTS હાઈબ્રિડ કોરિડોરથી શું ફાયદો થશે?
શહેરની લોકલ મેટ્રો ટ્રેનની સરખામણીએ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ટ્રેનો લાંબા અંતર માટે ખૂબ જ હાઈ-સ્પીડ પર દોડે છે. એન્જિનિયરો એવી હાઈબ્રિડ સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે, જેમાં એક જ ટ્રેક પર મેટ્રો અને હાઈ સ્પીડ આરઆરટીએસ બંને ટ્રેન દોડી શકશે. આ ટેક્નોલોજીથી થલતેજના ગીચ કોમર્શિયલ વિસ્તારમાંથી નીકળીને લોકો માત્ર ગણતરીની મિનિટોમાં પશ્ચિમ અમદાવાદના છેવાડા સુધી પહોંચી શકશે.
Read Original Article →