આકરી ગરમી:શહેરમાં છેલ્લાં 5 વર્ષમાં મે મહિનાના પ્રથમ 17 દિવસ સૌથી વધુ ગરમ રહ્યા

Gujarat5/19/2026, 12:00:00 AM
સામાન્ય રીતે મે મહિનામાં અમદાવાદમાં આકરી ગરમી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે હીટવેવ, એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન અને વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તા. 1થી 17 મે દરમિયાનના 17 દિવસમાંથી 11 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીથી વધુ નોંધાયો છે. ખાસ કરીને 11થી 13 મે દરમિયાન સતત ત્રણ દિવસ તાપમાન 44 ડિગ્રીથી વધુ રહ્યું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે મે મહિનાની શરૂઆતથી વાતાવરણ આકરું રહ્યું છે. તા. 4, 5 અને 6 મેના ત્રણ દિવસને બાદ કરતાં, 17માંથી 14 દિવસ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું છે. સોમવારે (18 મે) પણ શહેરનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસમાં પારો 2થી 3 ડિગ્રી ગગડશે. પારો 43ને વટાવી ગયો, હવે 4 દિવસ ગરમી 2થી 3 ડિગ્રી ઘટતા થોડી રાહત મળશે છેલ્લા 5 વર્ષમાં મેમાં 1થી 17 વચ્ચે નોંધાયેલી ગરમી
Read Original Article →