સિંધુભવન રોડ પર સ્ટેન્ડ હટાવાતાં વિવાદ:કોમ્પ્લેક્સના ફ્રન્ટ માટે રાતોરાત AMTSનું સ્ટેન્ડ દૂર કરી દેવાયું
સિંધુભવન રોડ પર ટાઈમ્સ સ્કવેર ગ્રાન્ડ પાસે આવેલું પાકું એએમટીએસ બસ સ્ટેન્ડ બિલ્ડરના આર્થિક ફાયદા અને કોમ્પ્લેક્સનો ફ્રન્ટ દેખાડવા માટે રાતોરાત 60થી 70 મીટર દૂર ખસેડી દેવાતાં મોટો વિવાદ સર્જાયો છે. ચૂંટાયેલી પાંખના અભાવે અધિકારીઓની મિલીભગતથી આખું વૃક્ષ ઉખાડી ત્યાં ગેરકાયદે બાંધકામ કરાયું છે. નિયમ મુજબ બસ સ્ટોપ ખસેડવા 1 લાખ રૂપિયા ફી ભરવી પડે છે, પરંતુ અહીં કોઈ સત્તાવાર ફાઈલ મૂકાયા વગર જ આ ખેલ કરાયો છે. આ સમગ્ર મામલે એએમટીએસના મેનેજર રાજેન્દ્રપ્રસાદ પાંડેનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બસ સ્ટોપ હટાવવા અંગે કોઈ સત્તાવાર ફાઈલ મૂકવામાં આવી હતી કે નહીં અને કોણે આ મંજૂરી આપી તેની ઝીણવટભરી તપાસ કરાશે.
Read Original Article →