તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યો:ફોર્ચ્યુનર કારમાં પિતા પ્રગ્નેશ પટેલ જેલ લેવા પહોંચ્યા'તા, માથે ટોપી અને મીડિયાના સવાલો સામે આરોપીનું મૌન

Gujarat6/3/2026, 1:44:02 PM
તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યો:ફોર્ચ્યુનર કારમાં પિતા પ્રગ્નેશ પટેલ જેલ લેવા પહોંચ્યા'તા, માથે ટોપી અને મીડિયાના સવાલો સામે આરોપીનું મૌન
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 27 મે, 2026ના રોજ એટલે કે પોણા ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા હતા. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને બોનાફાઈડ બતાવવા માટે 1 કરોડની રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું, ત્યારે આજે 3 જૂન, 2026ના રોજ આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈધ ગ્રામ્ય કોર્ટથી બીડું લઈને અમદાવાદ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. વકીલે જેલમાં બીડું જમા કરાવ્યું તે દરમિયાન આરોપી તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં જેલ ખાતે પહોંચ્યા હતા. આરોપી તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના અને 14 દિવસે જેલમાંથી બહાર નીકળ્યો હતો અને ફોર્ચ્યુનર કારમાં પિતા સાથે પોતાના ઘરે પરત ફર્યો હતો. સુપ્રીમના નિર્દેશ મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતો મૂકી: નિસાર વૈધ તથ્ય પટેલના વકીલ નિસાર વૈધના જણાવ્યા અનુસાર, તથ્યને જામીન આપવા સુપ્રીમના નિર્દેશ મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતો મૂકી છે. તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં. તેનો પાસપોર્ટ જમા રહેશે. ફરી આવી પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં. અગાઉ તેનું લાઈસન્સ સસ્પેન્ડ થઈ ચૂક્યું છે. તથ્ય આજીવન વાહન ચલાવી શકશે નહીં અમદાવાદના સાબરમતી RTO દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. લાયસન્સ કાયમી ધોરણે રદ થવાને કારણે તે હવે ભારતમાં સત્તાવાર રીતે ક્યારેય પણ કોઈ વાહન ચલાવી શકશે નહીં. 1684 પાનાની ચાર્જશીટ તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPCની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે. કુલ 14 દસ્તાવેજી પુરાવા,191 સાક્ષી 2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 9 હતી. સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 8 વ્યક્તિનાં નિવેદન લેવાયાં હતા, જેમાં 5 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 8 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. FSLના 15 રિપોર્ટ રજૂ કરાયા હતા. શું છે સમગ્ર ઘટના? 19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. ત્યાર બાદ તથ્ય પટેલને સાબરમતી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.
Read Original Article →