અમદાવાદ આજે પણ અગનગોળો, સતત ત્રીજા દિવસે ગરમી 43.7°C:રાજ્યમાં હજી 7 દિવસ ચામડી બાળતી ગરમી યથાવત્, સુરતીઓને થોડી રાહત; UPનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર

Gujarat5/21/2026, 3:51:32 AM
અમદાવાદ આજે પણ અગનગોળો, સતત ત્રીજા દિવસે ગરમી 43.7°C:રાજ્યમાં હજી 7 દિવસ ચામડી બાળતી ગરમી યથાવત્, સુરતીઓને થોડી રાહત; UPનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર
બુધવારે અમદાવાદ, કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર રહ્યો. અમદાવાદમાં ગરમીનો પારો સ્થિર થયો છે અને સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 43.7°C નોંધાયુ હતું. ચાર શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર રહેતાં લોકોને આગઝરતી ગરમીનો સામનો કરવો પડ્યો. તો સુરતીલાલાઓને ગરમીથી મહદંશે રાહત મળી છે. અહીં 24 કલાકમાં જ મહત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રીનો ઘાટાડો નોંધાયો છે. ગુજરાતમાં પ્રવર્તી રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40°Cથી વધુ નોંધાય તેવી પ્રબળ સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 42°C, ગાંધીનગરમાં 42° C, સુરતમાં 37°C, રાજકોટમાં 44°C, વડોદરામાં 40°C, અમરેલીમાં 42°C, ભૂજમાં 39°C અને ડીસામાં 42°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. અન્ય રાજ્યની વાત કરીએ તો… યુપીનું UPનું બાંદા દુનિયામાં ત્રીજું સૌથી ગરમ શહેર નોંધાયુ છે. બાંદા કરતાં વધુ તાપમાન ફક્ત ઇજિપ્તના અસવાનમાં 49.4°C અને સાઉદી અરેબિયાના અરાફાતમાં 48.4°C નોંધાયું. વિશ્વભરમાં સૌથી વધુ તાપમાનની યાદીમાં ખજુરાહો 47.4°C સાથે ચોથા નંબર પર રહ્યું. રાજ્યના વિવિધ શહેરોનું મહત્તમ-લઘુત્તમ તાપમાન (20 મે, 2026) વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ, ગાંધીનગર તેમજ કંડલા એરપોર્ટ ખાતે નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 43.7°C અને લઘુત્તમ તાપમાન 28.3°C નોંધાયું હતું. જ્યારે કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાન 43.2°C અને લઘુત્તમ તાપમાન 27.9°C રહ્યું હતું. રાજકોટમાં મહત્તમ 43°C અને લઘુત્તમ 25.4°C તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં મહત્તમ 42.8°C અને લઘુત્તમ 27.5°C, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 42.3°C અને લઘુત્તમ 27.5°C તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં મહત્તમ 41.4°C અને લઘુત્તમ 27.4°C તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત કચ્છના ભુજમાં મહત્તમ 40.8°C અને લઘુત્તમ 27.4°C તાપમાન નોંધાયું હતું. વડોદરા અને ભાવનગરમાં મહત્તમ તાપમાન એકસમાન 40.2°C નોંધાયું હતું, જેમાં વડોદરાનું લઘુત્તમ તાપમાન 29.2°C અને ભાવનગરનું લઘુત્તમ તાપમાન 26.6°C રહ્યું હતું. દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં ગરમીનો પારો પ્રમાણમાં ઓછો એટલે કે મહત્તમ 34.8°C અને લઘુત્તમ 27.9°C નોંધાયો હતો. અમદાવાદમાં ગરમીનો પારો 44°C સુધી પહોંચવાની આશંકા અમદાવાદમાં ગઈકાલે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહ્યું હતું અને મહત્તમ તાપમાન 43.7°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7°C જેટલું વધારે હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.3°C નોંધાયું છે. હવામાં સવારે 08:30 વાગ્યે ભેજનું પ્રમાણ 62% અને સાંજે 05:30 વાગ્યે ઘટીને 18% નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 44°C સુધી પહોંચી શકે છે. આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે, કોઈ ચેતવણી નથી હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ, આગામી 7 દિવસ (27 મે, 2026 સુધી) ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી, એટલે કે તમામ દિવસોમાં સ્થિતિ સામાન્ય રહેશે. ચોમાસાની સ્થિતિ કેરળમાં 26 મેના રોજ દસ્તક આપી શકે છે નૈઋત્યનું ચોમાસુંનૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ અંદમાન સમુદ્રના બાકીના ભાગો તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મોડેલ અંદાજ મુજબ, કેરળમાં ચોમાસાનું આગમન 26 મે, 2026 ના રોજ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ±4 દિવસનો તફાવત હોઈ શકે છે. આ પણ વાંચો… 1. MP-મહારાષ્ટ્રમાં પણ પારો 47°C પહોંચ્યો, ચોમાસું ત્રણ દિવસથી આંદામાન-નિકોબારની આસપાસ અટવાયું 25 મેથી નૌતપા શરૂ થઈ રહ્યા છે, પરંતુ તે પહેલા જ તાપમાન 48°C પર પહોંચી ગયું છે. આ આંકડો ઉત્તર પ્રદેશના બાંદામાં નોંધાયો. તાપમાનની દ્રષ્ટિએ 20 મેના રોજ બાંદા વિશ્વનું ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું. બાંદા કરતાં વધુ તાપમાન ફક્ત ઇજિપ્તના અસવાનમાં 49.4°C અને સાઉદી અરેબિયાના અરાફાતમાં 48.4°C નોંધાયું. વિશ્વભરમાં સૌથી વધુ તાપમાનની યાદીમાં ખજુરાહો 47.4°C સાથે ચોથા નંબર પર રહ્યું. બુધવારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ, ઓડિશા અને મહારાષ્ટ્રના 16 શહેરોમાં પણ તાપમાન 46°C થી વધુ રહ્યું. હવામાન વિભાગ મુજબ પાકિસ્તાનના બલુચિસ્તાન અને થાર રણમાંથી આવતી સૂકી અને ગરમ હવાઓ સીધી ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પહોંચી રહી છે. આનાથી મેના છેલ્લા અઠવાડિયા કે જૂન જેવી ગરમી અત્યારથી જ અનુભવાઈ રહી છે. મહારાષ્ટ્રના વર્ધામાં 47.1°C, હરિયાણાના રોહતકમાં 46.9°C, મહારાષ્ટ્રના નાગપુરમાં 46.6°C અને મધ્ય પ્રદેશના નૌગાંવમાં પણ પારો 46.6°C સુધી પહોંચી ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. આઈસ્ક્રીમ-કોલ્ડડ્રિંક બિલકુલ ઠંડક નથી આપતા, ઊલટાનું શરીરને ગરમ કરે છે, ડૉક્ટર પાસેથી સમજો વિજ્ઞાન; ઠંડક માટે 11 વસ્તુઓ ખાઓ ઉનાળામાં લોકો તીવ્ર તડકો, પરસેવો અને થાકમાંથી રાહત મેળવવા માટે ઇન્સ્ટન્ટ કૂલિંગ આપતી વસ્તુઓ ખાવા-પીવાનું પસંદ કરે છે. મોટાભાગના લોકો ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ અને આઈસ્ક્રીમ પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વસ્તુઓ તરત ઠંડક આપે છે, તે ખરેખર સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે. ઘણા ‘કૂલિંગ ફૂડ્સ’ ડિહાઇડ્રેશન, પાચન સંબંધી સમસ્યાઓ, સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. તેથી આજે ‘કામના સમાચાર’માં વાત કરીશું કે કયા સમર કૂલિંગ ફૂડ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાથે જ જાણીશું કે, તેના હેલ્ધી વિકલ્પો શું છે? અને ઉનાળામાં ખાવા-પીવા સંબંધિત કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? વાંચો સંપૂર્ણ અહેવાલ
Read Original Article →