PSI બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત!:PSIની ફિઝિકલ ટેસ્ટ અને સોલા સિવિલના ઊંચાઈના ટેસ્ટમાં ફેઈલ, હાઈકોર્ટે કહ્યું, ફરીવાર નિષ્ફળ જશો તો નોકરી પણ જશે

Gujarat4/11/2026, 9:17:52 AM
PSI બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત!:PSIની ફિઝિકલ ટેસ્ટ અને સોલા સિવિલના ઊંચાઈના ટેસ્ટમાં ફેઈલ, હાઈકોર્ટે કહ્યું, ફરીવાર નિષ્ફળ જશો તો નોકરી પણ જશે
પોલીસ કોન્સ્ટેબલ બોનીકુમાર કાપડિયાએ PSIની ફિઝિકલ ટેસ્ટ આપી હતી. જેમાં તે ઊંચાઈના માપદંડથી ફેઈલ થયા હતાં. જેની તેને અમદાવાદથી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેને ફરીથી હાઈકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ આપ્યા હતાં. જેમાં પણ તેઓ ફેઈલ થયા હતા. ત્યારબાદ ફરી કોન્સ્ટેબલે કોર્ટમાં ઊંચાઈની ફેર-માપણીની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એવી ચેતવણી આપી કે જો ફરીથી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જઈ શકે છે, પરિણામે કોન્સ્ટેબલે પીછેહઠ કરી અરજી પાછી ખેંચી લીધી હતી. PSI શારિરીક કસોટીમાં ઊંચાઈમાં અયોગ્ય જાહેર ગુજરાત પોલીસમાં બોનીકુમાર કાપડિયા કોન્સ્ટેબલ તરીકે 2019માં જોડાયા હતાં. તે સમયે તેમની ઊંચાઈ 165 સેમી અને 5 કિમીની દોડ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી હોવાનું સ્વીકારાયું હતું. 6 વર્ષ પછી જ્યારે તેમણે PSI બનવા માટે અરજી કરી, ત્યારે શારીરિક કસોટીમાં તેમની ઊંચાઈ 165 સેમી કરતાં ઓછી માલૂમ પડી, જેના કારણે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતાં. હાઈકોર્ટમાં અરજી, સોલા સિવિલમાં ઊંચાઈ મપાઈ આ મામલે બોનિકુમારે અમદાવાદથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિડિયોગ્રાફી હેઠળ ફરીથી માપણી કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટમાં 10 હજાર ડિપોઝિટ ભરીને 24 ફેબ્રુઆરીએ સોલા સિવિલમાં ઊંચાઈ માપવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તેઓ નિર્ધારિત ઊંચાઈમાં નિષ્ફળ રહ્યાં હતાં. 'કોન્સ્ટેબલની નોકરી છેતરપિંડીથી મેળવી તેવો અર્થ થશે' જ્યારે કાપડિયાએ ફરીથી માપણીની માંગ કરી, ત્યારે હાઇકોર્ટે સવાલ કર્યો કે, શું વ્યક્તિની ઊંચાઈ ઘટવા લાગે છે? કોર્ટે ચેતવણી આપી હતી કે જો ત્રીજી વખતની માપણીમાં પણ તેઓ નિષ્ફળ જશે, તો તેનો અર્થ એ થશે કે તેમણે 2019માં કોન્સ્ટેબલની નોકરી છેતરપિંડીથી મેળવી હતી. કાપડિયાએ અરજી પાછી ખેંચી લીધી જો અરજદાર ત્રીજી વાર નિષ્ફળ જાય તો PSI બનવાનું તો દૂર, પણ હાલની કોન્સ્ટેબલની નોકરી પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ જોખમ જોતા કાપડિયાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
Read Original Article →