SMVSના સંતોએ આફ્રિકા, દુબઈના વિચરણ રદ કર્યા:હરિભક્તોએ દેશહિતમાં એક મહિનો તળેલું જમવાનું ટાળવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો
આજ રોજ યોજાયેલ અગિયારસની સંકલ્પ સભામાં SMVS સંસ્થાના વડા ગુરુવર્ય પ.પૂ. સત્યસંકલ્પ સ્વામીએ સંસ્થાનાં તમામ હરિભક્તોને દેશહિત અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પો લેવાની આજ્ઞા કરી હતી. વડાપ્રધાન મોદીએ હાલ ચાલી રહેલા મધ્ય-પૂર્વના સંકટના અનુસંધાને દેશવાસીઓને વિદેશી હૂંડિયામણ તથા ઇંધણના બચાવ માટે કેટલીક બાબતો અંગે જાગૃત કર્યા છે. આ જ દેશહિતની ભાવનાને આગળ વધારતા પ.પૂ. સ્વામીએ હરિભક્તોને નીચે મુજબના ત્રણ સંકલ્પો લેવા આજ્ઞા કરી હતી. 1. એક મહિના સુધી તળેલું જમવાનું ટાળવું.
2. શક્ય તેટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો અથવા વાહન શેરિંગ દ્વારા ઇંધણનો બચાવ કરવો.
3. વિદેશ પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. આ સંકલ્પોને અનુરૂપ SMVS સંસ્થાનાં તમામ મંદિરોમાં એક મહિના સુધી તળેલી વાનગીનો પ્રસાદ બનાવવામાં નહિ આવે. તદુપરાંત સંસ્થાના સંતોના આફ્રિકા તથા દુબઈ વિચરણ પણ રદ કરવામાં આવ્યા છે. પ.પૂ. સ્વામીએ જણાવ્યું હતું કે દેશ પ્રત્યેની જવાબદારી અને સંયમપૂર્ણ જીવનશૈલી દ્વારા દરેક નાગરિક રાષ્ટ્રસેવામાં યોગદાન આપી શકે છે.
Read Original Article →