રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવ્યું:સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 બાળકોને કેરીનો રસ, પૂરી સહિતનું ભોજન

Gujarat4/7/2026, 10:48:39 AM
રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવ્યું:સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 બાળકોને કેરીનો રસ, પૂરી સહિતનું ભોજન
રાહી ફાઉન્ડેશન દ્વારા નવા વાડજ, અખબાર નગર સર્કલ સ્થિત સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 મનોદિવ્યાંગ બાળકો માટે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજનમાં કેરીનો રસ, પૂરી, ખમણ, શાક અને પાપડનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનના આયોજનમાં દાતા શ્રી વર્ષાબેન શાહ અને રીંકુબેન પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પરીખ અને અશોકભાઈ દલાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના સંચાલકશ્રીનો પણ આ કાર્યક્રમમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Original Article →