સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજાયો:ઊર્જા રૂપાંતરણ અને સંગ્રહ માટેના અદ્યતન મટીરિયલ્સ પર ચર્ચા
સિલ્વર ઓક યુનિવર્સિટીના સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા "ઊર્જા રૂપાંતરણ અને સંગ્રહ ઉપકરણો માટેના અદ્યતન મટીરિયલ્સ" વિષય પર એક આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સેન્ટર ફોર કૉંટીનુઇંગ એજ્યુકેશન (CCE) હેઠળ યોજાયો હતો. આ વેબિનારમાં ક્લેમસન યુનિવર્સિટી, યુએસએના રિસર્ચ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દિલીપ પાંડા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઊર્જા રૂપાંતરણ અને સંગ્રહ માટેના અદ્યતન મટીરિયલ્સ, બેટરી ટેક્નોલોજી, સુપરકેપેસિટર્સ અને ઊર્જા ક્ષેત્રે ચાલી રહેલા નવીન સંશોધનો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓ અને સંશોધકોને આધુનિક ઊર્જા તકનીકો વિશે ઊંડાણપૂર્વક જાણકારી મળી હતી. કાર્યક્રમ દરમિયાન ડૉ. એમ. એન. પટેલ અને ડૉ. શ્રીનાથ નાયર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે નવી દિશામાં આગળ વધવા પ્રેરણા આપી હતી. આ વેબિનારમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો.
Read Original Article →