સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સેમિનાર યોજાયો:“The Truth About Employee Engagement” વિષય પર માર્ગદર્શન અપાયું

Gujarat5/26/2026, 2:08:53 PM
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સેમિનાર યોજાયો:“The Truth About Employee Engagement” વિષય પર માર્ગદર્શન અપાયું
સિલ્વર ઓક યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા તાજેતરમાં "The Truth About Employee Engagement" વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગલક્ષી માર્ગદર્શન અને કારકિર્દીની ઉત્તમ તકો પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમ HR એવેન્જર્સના સહયોગથી યોજાયો હતો, જેનો હેતુ ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના સહકારને મજબૂત બનાવવાનો હતો. જાણીતા નિષ્ણાત અને વક્તા ગજાનન પવાર દ્વારા કર્મચારીઓની સંસ્થા પ્રત્યેની જોડાણભાવના, કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણનું મહત્વ અને સંસ્થાની પ્રગતિમાં કર્મચારીઓની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. સેમિનાર દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ, ચર્ચાસત્રો અને પ્રાયોગિક જ્ઞાનવર્ધક સત્રો યોજાયા હતા, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ જીવંત અને અસરકારક બન્યો હતો. આ સેમિનારમાં ૩૦થી વધુ એચ.આર. પ્રોફેશનલ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમિનારથી સિલ્વર ઓક યુનિવર્સિટી અને એચ.આર. સમુદાય વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેનું આ જોડાણ ભવિષ્યમાં વધુ સહકાર અને નવી તકો સર્જવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના ડિરેક્ટર ડૉ. નિપેન એ. શુક્લાને ઉદ્યોગ-શૈક્ષણિક સહકાર અને વિદ્યાર્થીઓના કારકિર્દી વિકાસ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની ક્ષણ હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ HR એવેન્જર્સ અને ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Original Article →