ક્રેટાએ બાઇક ચાલકને ટક્કર મારી, ટોળાએ ગાડીમાં તોડફોડ કરી:કારચાલકે ડીવાઈડર કૂદાવતાં રેલિંગ તૂટીને કાર પર પડી, અમદાવાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસડાયો
અમદાવાદના શાહપુર વિસ્તારમાં મોડી રાતે એક ક્રેટા કારચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી ગાડીમાં તોડફોડ કરી હતી. જોકે તોડફોડ મામલે કે અકસ્માત મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પૂરઝડપે ક્રેટા કારચાલકે બાઈક ચાલકને ટક્કર મારીને રેલીંગ તોડી
શાહપુર દરવાજા બહાર મોડી રાતે પૂરઝડપે એક ક્રેટા કારે બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તાની વચ્ચેના ડીવાઈડર પર લાગેલી રેલીંગ પર તૂટીને કાર પર પડી હતી. અકસ્માતમાં કારને પણ નુકસાન થયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી
અકસ્માતનો બનાવ બનતા આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. અકસ્માત થતા ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સ હાથમાં દંડાથી કારનો કાચ અને દરવાજો તોડી રહ્યાં છે. જોકે આ અકસ્માત મામલે હજુ પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. કારચાલકને સંપર્ક કરી ફરિયાદ નોંધવામાં આવશે- PI
માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ ઝેડ.એન ઘાસુરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તોડફોડ મામલે વીડિયોના આધારે તપાસ કરી રહ્યાં છીએ. કારચાલકને સંપર્ક કરી ફરિયાદ નોંધવામાં આવશે. આ પણ વાંચો જમાલપુરમાં પૂરઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચઢી ગઈ, નવરંગપુરામાં બુલેટે એક્ટિવાને ઉડાવ્યું 25 માર્ચે અમદાવાદમાં રફ્તારના કહેર વચ્ચે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી, જેમાં જમાલપુર વિસ્તારમાં વહેલી સવારે એક પૂરઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી ફૂટપાથ પર ચઢી ગઈ હતી, જેમાં ચાલક સગીર હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ તેજ કરી છે. બીજી તરફ, નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર બેફામ દોડતા બુલેટ સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →