પક્ષીઓ માટે આદિ ફાઉન્ડેશનની પહેલ:શાહીબાગમાં રાજ્યમંત્રી દર્શના બેન વાઘેલાના હસ્તે 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ

Gujarat4/5/2026, 12:07:45 PM
પક્ષીઓ માટે આદિ ફાઉન્ડેશનની પહેલ:શાહીબાગમાં રાજ્યમંત્રી દર્શના બેન વાઘેલાના હસ્તે 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ
કાળઝાળ ગરમીમાં જ્યારે પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે મનુષ્યોની સાથે અબોલ પક્ષીઓ પણ પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે. પક્ષીઓની આ વેદના સમજીને આદિ ફાઉન્ડેશન દ્વારા માનવતાવાદી અભિગમ સાથે 'પાણી સેવા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. શાહીબાગમાં પક્ષીઓ માટે કુંડા વિતરણ શાહીબાગના ઘેબર સર્કલ પાસે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે પક્ષીઓ માટે માટીના કુંડા (પરિંદા) વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના બેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના હસ્તે નાગરિકોને મફત કુંડા અર્પણ કર્યા હતા અને આદિ ફાઉન્ડેશનની આ સંવેદનશીલ કામગીરીને બિરદાવી હતી. 1000થી વધુ પરિંદાનું વિતરણ આ અભિયાન અંતર્ગત શહેરના જાગૃત નાગરિકોને 1000 થી વધુ માટીના કુંડા આપવામાં આવ્યા હતા. આયોજકોનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરની અગાસી, ગેલેરી કે આસપાસના વૃક્ષો પર આ કુંડા રાખે, જેથી ગરમીમાં કોઈ પક્ષી તરસ્યું ન રહે. કાર્યક્રમમાં ઉપસ્થિત હાર્દિક સંઘવી, અલ્પેશ શાહ, ચિરાગ ભાઈ, રવિ ચૌહાણ, કપિલ ભાઈ, હરેશ શાહ, ઋષભ શાહ અને પ્રદીપ ભાઈ સહિતના મહાનુભાવોએ નાગરિકોને પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવવા અપીલ કરી હતી. સહઅસ્તિત્વનો ઉમદા સંદેશ સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે ભીષણ ગરમીમાં પાણી એ પક્ષીઓ માટે જીવન-મરણનો પ્રશ્ન છે. લોકોએ પણ આ પહેલને ઉમળકાભેર વધાવી દરરોજ કુંડામાં પાણી ભરવાનો સંકલ્પ લીધો હતો. આદિ ફાઉન્ડેશને આ માધ્યમથી સમાજમાં દયા અને સહઅસ્તિત્વનો મજબૂત સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
Read Original Article →