ટ્રાફિક ઘટાડવા વધુ એક ચાર રસ્તા બંધ:એસજી હાઇવે પર પેલેડિયમ જંક્શન ખાતે ટ્રાફિક ડાયવર્ઝન, લોકોએ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈને જવું પડશે
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સારી તેમજ ટ્રાફિક સિગ્નલ પર વાહનો ઉભા ન રહે અને ટ્રાફિક વ્યવહાર ચાલુ રહે તેના માટે એસજી હાઇવે પર પેલેડિયમ જંક્શન ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે પેલેડિયમ જંક્શનના મધ્ય ભાગમાં આવેલ કટને બેરીકેડીંગ બોર્ડ અને ડ્રમ મૂકીને બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોએ બ્રિજના પીલર નીચે બંને બાજુ આશરે 80થી 100 મીટરની લંબાઈમાં બે-બે યુ-ટર્ન બનાવવામાં આવ્યા છે જ્યાંથી વાહનચાલકોએ જવાનું રહેશે. ટ્રાફિકના પ્રવાહનું સતત મોનીટરિંગ કરાશે
ચાર રસ્તા પર ટ્રાફિક ભારણ ઘટાડી અને વાહન વ્યવહાર ચાલુ રહે તેના માટે કેપ્સ્યુલ આકારની વ્યવસ્થા ટ્રાફિક ડાયવર્ઝનના સ્વરૂપમાં અમલમાં મૂકવામાં આવી છે. કામગીરી દરમિયાન જરૂરી અન્ય સુવિધાઓ અને સુધારાઓ પણ તબક્કાવાર કરવામાં આવશે. સાથે સાથે ટ્રાફિકના પ્રવાહનું સતત મોનીટરિંગ કરવામાં આવશે. જો આ વ્યવસ્થા ટ્રાફિકની દ્રષ્ટિએ અસરકારક અને અનુકૂળ સાબિત થશે, તો તેને કાયમી ધોરણે અમલમાં મૂકવામાં આવશે.
Read Original Article →