મહિલા કારચાલકને ટક્કર મારી ડમ્પરચાલકે ડીવાઈડર કૂદાવ્યું, VIDEO:ટ્રાફિકથી ધમધમતા SG હાઈવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા, પોલીસે રોક્યો છતા રોકાયો નહીં
અમદાવાદ શહેરમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે. SG હાઈવે પર ડમ્પરનાચાલકે એક મહિલા કારચાલકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. ત્યારબાદ ડીવાઈડર કુદાવી નાસી છૂટ્યો હતો. આગળ જતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો છતા રોકાયો ન હતો. જો કે, અંતે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. SG હાઈવે પર ધોળેદિવસે સર્જાયેલા ફિલ્મી દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જગતપુર ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો
એસજી હાઈવે પર જગતપુર ચાર રસ્તા પાસેથી બેફામ સ્પીડે ડમ્પર ચલાવી પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે એક મહિલા કાર ચાલકને ટક્કર મારી હતી. જે બાદ લોકોથી બચવા માટે પૂર ઝડપે એસ.જી હાઈવે પર ડમ્પર દોડાવ્યું હતું.લોકોએ પીછો કર્યો તો ડમ્પર ચાલકે એસ. જી હાઈવે પરના ડીવાઈડર કૂદાવીને ડમ્પર ચલાવ્યું હતું. ડમ્પરચાલક ભાગીને એક સાઇટ પર પહોંચી ગયો હતો. ભાગમભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં બેફામ ડમ્પર ચાલક એસ.જી હાઈવે પર બેફામ સ્પીડે ડમ્પર ચલાવી અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.ડમ્પર ચાલકના કારણે અનેક વાહન ચાલકોના જીવ તાળવે ચોટી ગયા હતા.પોલીસે પણ જ્યારે હાથ બતાવી ડમ્પર રોકવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ પાસે પણ ઊભા ન રહીને ભાગી ગયો હતો. ડમ્પરનો વીડિયો વાયરલ થતા એસ.જી હાઈવે- 1 ટ્રાફિક પોલીસે વેલારામ કલાસુઆ નામના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. ડમ્પર ચાલક વિરુદ્ધ BNS અને એમવી એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →