291ની અટકાયત કરી પૂછપરછ:ચંડોળા બાદ બીજું મેગા ઓપરેશન: અમદાવાદમાં ગેરકાયદે રહેતા 166 બાંગ્લાદેશી 1 રાતમાં પકડાયા

Gujarat6/4/2026, 12:00:00 AM
291ની અટકાયત કરી પૂછપરછ:ચંડોળા બાદ બીજું મેગા ઓપરેશન: અમદાવાદમાં ગેરકાયદે રહેતા 166 બાંગ્લાદેશી 1 રાતમાં પકડાયા
291ની અટકાયત કરી પૂછપરછ, આધાર-પાન, રેશન કાર્ડ જેવા ડૉક્યુમેન્ટ મળ્યાં, ગત વર્ષે 465ની ધરપકડ કરી ડિપોર્ટ કર્યા હતા શહેરના દાણીલીમડા, વટવા, ઈસનપુર, ઓઢવ, નારોલ, નરોડા, સરખેજ, સોલામાં ગેરકાયદે રહેતા 291થી વધુ બાંગ્લાદેશીની પોલીસે એક જ રાતમાં ધરપકડ કરી હતી. આ ઓપરેશનમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસની 30થી વધુ ટીમ જોડાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે પકડાયેલા 291 બાંગ્લાદેશી પૈકી 41 પુરુષ, 95 મહિલા અને 30 બાળકો સહિત 166 બાંગ્લાદેશના નાગરિક હોવાનું સાબિત થયું છે. અન્યની પૂછપરછ ચાલુ છે. ગત વર્ષે ચંડોળા તળાવનાં ઓપરેશનમાં 465 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાયા પછી આ બીજું મેગા ઓપરેશન હતું. પોલીસ કમિશનર જી. એસ. મલિકના જણાવ્યા અનુસાર, તમામની ઓળખવિધિ પૂરી થયા બાદ ડિપોર્ટ કરાશે. કેટલાક પાસે ભારતના આધાર, રૅશનિંગ અને પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ મળ્યા છે. તે ક્યાં-કોની પાસે, કેવી રીતે બનાવ્યા તે દિશામાં તપાસ કરાશે. પકડાયા પછી બાંગ્લાદેશી પાછળ રોજના 300 ખર્ચાય છે એક બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવાનો ખર્ચ 40 હજાર, રૂ. 1500 ખર્ચી પાછા આવી જાય છે બાંગ્લાદેશી નાગરિકો ભારત માટે માથાનો દુ:ખાવો રહ્યા છે. એક બાંગ્લાદેશીને પકડી ડિપોર્ટ કરવામાં સરકારને અંદાજે રૂ. 40થી 50 હજારનો ખર્ચ થાય છે. આટલા રૂપિયા ખર્ચ્યા બાદ તે ભારત-બાંગ્લાદેશ સરહદ કે પછી નેપાળ થઈને માત્ર રૂ. 1500થી 2000માં બોર્ડર ક્રોસ કરીને પાછા ભારત આવી જાય છે. બાંગ્લાદેશીને પકડ્યા બાદ ડિટેનશન સેન્ટરમાં રખાય છે. જ્યાં એક વ્યક્તિની સારવાર, ભોજનનો રૂ. 300 ખર્ચ થાય છે. બાંગ્લાદેશીઓને ડિપોર્ટની પ્રક્રિયામાં 2થી 3 મહિનાનો સમય વીતે છે. અંતે પ્રતિ વ્યક્તિ રૂ. 40થી 50 હજારનો ખર્ચ થાય છે. બાંગ્લાદેશીઓને ટ્રેન કે બસમાં બોર્ડર સુધી મૂકી દેવાય છે. બાંગ્લાદેશ સરકાર તેમને પરત સ્વીકારે તો છે પરંતુ થોડા સમય બાદ ભારતમાં ઘૂસવાના પ્રયાસો શરૂ કરી દે છે. બાંગ્લાદેશ બોર્ડર પર હાજર લશ્કરીદળોના એજન્ટને રૂ. 1500થી 2000 આપી રાતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસે છે. બાંગ્લાદેશ બોર્ડર પર વાત ન બને તો વાયા નેપાળ, બિહાર થઈને ટ્રેનમાં ભારતમાં પ્રવેશી જાય છે રાતે 2 વાગ્યાથી સવારે 10 સુધી ઓપરેશન ચાલ્યું3 જૂનની રાતે 2 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ, SOG, સાઇબર ક્રાઇમ અને EOW 20 ટીમ મળી કુલ 30 એજન્સીની ટીમ અને સ્થાનિક પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશો વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. એક વખત પકડાયા પછી જગ્યા બદલી નાખે છે એક શહેરની પોલીસ પકડે તો બાંગ્લાદેશી સ્થાનિક ભાષા શીખી, ઓળખ બદલીને અન્ય શહેરમાં ભીક્ષુકવૃત્તિ કે મજૂરીનો રસ્તો અપનાવતા હોવાનું જાણવા મળે છે. 2020થી 2026 દરમિયાન 1229 બાંગ્લાદેશી પકડાયા અભિયાનમાં વર્ષ 2020થી 2026 સુધી કુલ 1229 બાંગ્લાદેશી પકડાયા છે. ઘૂસણખોરી, ગેરકાયદે વસવાટ વધતાં પોલીસે 2025માં સ્પેશિયલ ડ્રાઇવ કરી હતી. 2026માં ફરી આયોજન કર્યું છે. 2020થી 2024 સુધીમાં 173ને પકડ્યા હતા. વર્ષ 2025માં 890 એટલે 5 વર્ષમાં પકડ્યાના પાંચ ગણા વધારે પકડાયા હતા.
Read Original Article →