વિદ્યાર્થિની નીચે પટકાતા ડમ્પરના ટાયર ફરી વળ્યા:સરખેજ ધોળકા રોડ પર હિટ એન્ડ રન, રાય યુનિ.માં જતી કાવ્યા પંડ્યાનું ડમ્પરની અડફેટે મોત

Gujarat5/15/2026, 10:46:18 AM
વિદ્યાર્થિની નીચે પટકાતા ડમ્પરના ટાયર ફરી વળ્યા:સરખેજ ધોળકા રોડ પર હિટ એન્ડ રન, રાય યુનિ.માં જતી કાવ્યા પંડ્યાનું ડમ્પરની અડફેટે મોત
અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આઝાદનગર બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતા એક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ એન ડિવિઝન ટ્રાફિક પોલીસે હાથ ધરી છે. અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી ઘટનાની વિગત મુજબ, વેજલપુરના ભૂમિકા એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય કાવ્યા સુનીલભાઈ પંડ્યા ધોળકાના ચલોદા સ્થિત રાય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે બપોરે આશરે 12:45 વાગ્યાની આસપાસ તે પોતાની એક્ટિવા પર યુનિવર્સિટી જઈ રહી હતી. આ દરમિયાન નવી ફતેવાડી, આઝાદનગર બસ સ્ટેન્ડ પાસે પાછળથી આવતા એક અજાણ્યા ડમ્પર ચાલકે તેની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. કાવ્યા નીચે પટકાતા ડમ્પરનું ટાયર ફરી વળ્યું અકસ્માત એટલો ભયાનક હતો કે કાવ્યા નીચે પટકાતા ડમ્પરનું ટાયર તેના માથાના ભાગે ફરી વળ્યું હતું, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, પરંતુ તકનો લાભ લઈ ડમ્પર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સીસીટીવી તપાસી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. યુવાન વિદ્યાર્થિનીના અકાળે અવસાનથી તેના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
Read Original Article →