સરખેજ ભારતી આશ્રમના સંતે યુવક પાસે અશ્લીલ હરકત કરાવી:યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી
શહેરના સરખેજમાં આવેલો ભારતી આશ્રમ વિવાદમાં આવ્યો છે.ભારતી આશ્રમમાં એક યુવક રહેવા આવ્યો હતો જેની સાથે આશ્રમના સંતે અશ્લીલ હરકત કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે જેથી સરખેજ પોલીસે યુવકની અરજીના આધારે તપાસ શરૂ કરી છે. આશ્રમમાં રોકાયેલા યુવક પાસે અશ્લીલ હરકત કરાવી
મૂળ ભાવનગરનો યુવક નોકરી માટે અમદાવાદ આવ્યો હતો.યુવક રહેવાની વ્યવસ્થા માટે પીજીની શોધમાં હતો.આ દરમિયાન યુવક ભારતી આશ્રમ પહોંચ્યો હતો. યુવક 6 મેથી ભારતી આશ્રમમાં રોકાયો હતો.આશ્રમમાં થોડા દિવસ રહ્યા બાદ આશ્રમના એક સંત દ્વારા યુવક પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી.યુવક પાસે અશ્લીલ હરકતો પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકે સરખેજ પોલીસને અરજી આપી છે જેમાં જણાવ્યું છે કે, તેમને આશ્રમમાં રહેવા અને સંતોની સેવા કરવા માટેનું કામ આપવામાં આવ્યું હતું.આ દરમિયાન આશ્રમમાં રહેતા એકા બાપુ યુવકને તેમના રૂમમાં બોલાવતા અને હાથ પગ દબાવી માલિશ કરવાનું કહેતા, યુવક શરૂઆતમાં માલિશ કરતો,જે બાદ બાપુએ યુવકને અશ્લીલ હરકત કરવા જણાવ્યું હતું. જો ના કરે તો આશ્રમમાંથી કાઢી દેવા અને જોઈ લઈશું તેવી ધમકી પણ આપી હતી. જેથી યુવક સાથે ત્રણથી ચાર વખત અશ્લીલ હરકત કરાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. એલ ચાવડાએ જણાવ્યું હતું કે ગઈકાલે યુવકની અરજી મળી છે.અરજીના આધારે અને વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →