અભયમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ બાદ સગીરાએ ભૂલ સ્વીકારી:મણિનગરમાં ‘ફ્રી-ફાયર’ ગેમના વળગણમાં સગીરાને ચાર યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો

Gujarat6/5/2026, 12:00:00 AM
14 વર્ષની સગીરાને ફ્રી-ફાયર ગેમની આદત પડી ગઈ હતી. ફ્રી ફાયર ગેમથી જ તેને અલગ અલગ સીટીમાં રહેતા 4 યુવકો સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ નંબરની આપલે કરી વોટ્સએપ પર વાતો પણ કરતા હતા. દિકરી સતત વ્યસ્ત રહેતી હોવાથી પિતાએ મોબાઈલ ચેક કર્યો ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. દિકરીની પૂછપરછ કરતા તેણે આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. જેથી અંતે દિકરીને સમજાવવા માટે 181 ની મદદ માંગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી 2 કલાક સુધી સગીરાનું કાઉન્સેલીંગ કર્યુ હતુ. આખરે સગીરાએ ગેમ અને પ્રેમ સંબંધોથી દૂર રહેવાની બાહેધરી આપી હતી. મણિનગર વિસ્તારમાં 14 વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે અને અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક દિવસથી સગીરા ઘરના એક રૂમમાં પૂરાઈને રહેતી અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. જેથી માતા-પિતાને શંકા જતા તેમણે સગીરાની પૂછપરછ કરી તો મારી લાઈફ છે હું જેમ કરૂ તેમ, તમે મને કહેનારા કોણ છો કહીને ઝઘડો કર્યો હતો. જેથી એક દિવસ સગીરા રાત્રીના સમયે સૂતી હતી ત્યારે તેના પિતાએ મોબાઈલ ચેક કર્યો ત્યારે 4 છોકરાઓ સાથે વાતો કરતી હોવાનું ધ્યાને આવ્યું હતુ. જે બાદ વહેલી સવારે સગીરાની પૂછપરછ કરી ત્યારે ફ્રી-ફાયર ગેમ થી ચારેય યુવકોનો સંપર્ક થયો હતો અને ચારેય સાથે પ્રેમ સંબંધ બંધાયો હોવાનું સામે આવ્યુ હતુ. ચારેય યુવકો અલગ અલગ શહેરના છે માત્ર ગેમ રમવા માટે જ ચારેય યુવકો સાથે પ્રેમ સંબંધ રાખ્યો હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેથી પિતાએ સગીરાનો મોબાઈલ લઈ તેને ગેમ રમવાનું બંધ કરી દેવાનુ જણાવ્યું તો સગીરાએ ઝઘડો કરી આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. આ સાંભળીને ગભરાઈ ગયેલા માતા-પિતાએ 181 પર ફોન કરી મદદ માંગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી સગીરાનું કાઉન્સેલીંગ કર્યુ હતુ. સાથે જ ઓનલાઈન ગેમના કારણે તેના અભ્યાસ પર, નુકસાન અંગે સમજાવી હતી. બે કલાકના કાઉન્સેલીંગ બાદ સગીરાએ માફી માંગી હતી વાત નહીં કરવાની અને ગેમ નહીં રમે તેવી બાહેધરી આપી હતી. કોઈ પણ પ્રેમી ગેમ રમે તે પહેલાં સગીરાને ફોન કરતો ચારેય પ્રેમીઓ પૈકી કોઈ પણ પ્રેમી ઓનલાઈન ફ્રી-ફાયર ગેમ રમતો હોય તે પહેલા સગીરાને ફોન કરતા હતા. જેથી સગીરા પણ ગેમમાં ઓનલાઈન થઈ જતી, જે બાદ તે પ્રેમી સાથે ગેમ રમતી હતી. આવી રીતે 24 કલાકમાંથી 10 કલાક તો અલગ અલગ પ્રેમીઓ સાથે સતત ગેમ જ રમતી રહેતી હતી.
Read Original Article →