આયુષ્યમાન ખુરાના, સંઘવી અને માંડવીએ રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવી:અમદાવાદમાં સન્ડેઝ ઓફ સાયકલ યોજાઈ, ફીટ રહેવા સંદેશ; 'પોલ્યુશનનું સોલ્યુશન પણ સાયકલિંગથી આવી શકે'

Gujarat5/24/2026, 6:03:20 AM
આયુષ્યમાન ખુરાના, સંઘવી અને માંડવીએ રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવી:અમદાવાદમાં સન્ડેઝ ઓફ સાયકલ યોજાઈ, ફીટ રહેવા સંદેશ; 'પોલ્યુશનનું સોલ્યુશન પણ સાયકલિંગથી આવી શકે'
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફિટનેસ અને પર્યાવરણની જાગૃતિ માટે સન્ડેઝ ઓફ સાયકલ નામથી સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 24 મેના રોજ કોમનવેલ્થ ડેને લઈને યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાના કાર્યક્રમમાં જોડાયા હતા. ફિટ ઇન્ડિયાને લઈને સાયકલિંગ કરવું મહત્વ છે જેને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે આજે સવારે મનસુખ માંડવીયા, હર્ષ સંઘવી અને ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાનાની સાથે મોટી સંખ્યામાં લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવી હતી. માંડવીયાએ કહ્યું હતું કે,પોલ્યુશનનું સોલ્યુશન પણ સાયકલિંગથી આવી શકે છે. 'જો આપણે ફીટ રહીશું તો સોસાયટી અને સમાજ ફીટ રહેશે' કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જણાવ્યું હતું કે, આપણે રાત્રે મોડે સુધી તો જાગીએ છીએ પરંતુ સવારે વહેલા ઊઠવાની આદત પાડવી પડશે કારણ કે ફીટ રહેવું દેશ માટે ખૂબ જરૂરી છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું જેમ સ્લોગન છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એવી રીતે દેશના આગળ વધારવા માટે નાગરિકોએ ફીટ રહેવું જરૂરી છે. જો આપણે ફીટ રહીશું તો સોસાયટી અને સમાજ ફીટ રહેશે. વિકસિત ભારત માટે આપણે સ્વસ્થ રહેવું જરૂરી છે. દર રવિવારે સાયકલ ચલાવવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંધણ બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે, તેના માટે પણ સાયકલ આપણા માટે ઉપયોગી છે. 'ઇંધણની બચત થાય, તેથી દરેક લોકોએ સાયકલિંગ સાથે જોડાવું જોઈએ' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો આપણે દૂર ન જવાનું હોય અને કામકાજનું સ્થળ નજીક હોય તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. સાયકલ ચલાવવાથી ત્રણ ફાયદા છે. શરીરને સ્વસ્થ રાખવા માટે સાયકલ ચલાવવી જરૂરી છે. પોલ્યુશનનું સોલ્યુશન પણ સાયકલિંગથી આવી શકે છે. ઇંધણની પણ બચત થાય છે. દરેક લોકોએ સાયકલિંગ સાથે જોડાવું જોઈએ. કોમનવેલ્થ 2030 માટે અમદાવાદ યજમાન છે. દરેક યુવાઓને હું અપીલ કરું છું કે સન્ડેઝ ઓન સાઇકલમાં જોડાય. યુવાઓ રમતગમત પ્રત્યે જાગૃત બને અને ચેમ્પિયન બને તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં સન્ડેઝ ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. 'ફિટનેસ માટે સવારે વહેલા ઉઠવું ખૂબ જ અઘરું' નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું કે, ગુજરાતીઓ કામ માટે આખી રાત જાગી લેશે પરંતુ ફિટનેસ માટે સવારે વહેલા ઉઠવું ખૂબ જ અઘરું છે. ગુજરાતના યુવાનો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને સન્ડેઝ ઓન સાઇકલના કાર્યક્રમમાં આવ્યા છે. ફિટ ઇન્ડિયા કોઈ સરકારી કે રાજકીય ઇવેન્ટ નથી. દરેક લોકોએ ફીટ રહેવા માટે આ જરૂરી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણીતા બોલિવૂડ અભિનેતા અને ફિટ ઇન્ડિયા આઇકોન આયુષ્માન ખુરાના તેમજ ઓલિમ્પિક મેડલિસ્ટ ગગન નારંગ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →