સાથ સહકાર ફાઉન્ડેશને બાળકોને ભોજન કરાવ્યું:'શિક્ષા દિલથી દિલ સુધી' કાર્યક્રમ હેઠળ નોટબુક અને પાણીની બોટલનું વિતરણ

Gujarat6/9/2026, 7:55:08 AM
સાથ સહકાર ફાઉન્ડેશને બાળકોને ભોજન કરાવ્યું:'શિક્ષા દિલથી દિલ સુધી' કાર્યક્રમ હેઠળ નોટબુક અને પાણીની બોટલનું વિતરણ
સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા ચાલતા 'શિક્ષા દિલથી દિલ સુધી' કાર્યક્રમના બાળકોને રવિવાર ને તારીખ 7 જૂન 2026ના રોજ ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે તેમને નોટબુક્સ અને પાણીની બોટલો પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અધિકમાસ અને બાળકો તેમની પરીક્ષામાં પાસ થઈને નવા ધોરણમાં આગળ વધ્યા તેની ઉજવણી નિમિત્તે યોજાયો હતો. બાળકોને રસ, પૂરી, બટાકાનું શાક, સમોસા અને ચોખા પાપડનું ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજન ઉપરાંત, દરેક બાળકને અભ્યાસ માટે નોટબુક્સ અને એક લિટરની સ્ટીલની પાણીની બોટલ ભેટમાં આપવામાં આવી હતી
Read Original Article →