24 જૂન સુધીમાં અહેવાલ મંગાવ્યો:16680 સ્કૂલોમાં RO મેઈન્ટેનન્સ ટેન્ડરનો મુદ્દો વિજિલન્સે શિક્ષણ વિભાગ પાસે જવાબ માગ્યો
સમગ્ર શિક્ષા વિભાગના સત્તાધીશોએ રાજ્યની 16680 સ્કૂલોમાં આરઓ અને યુવી મશીનના મેઈન્ટેનન્સનું 41.73 કરોડનું ટેન્ડર કર્યું હતું. માર્કેટ રેટ પ્રમાણે 28 કરોડમાં નવા આરઓ મશીનની ખરીદી કરી શકાય તેમ છતાં મેઈન્ટેનન્સ પાછળ 41 કરોડનું ટેન્ડર કર્યું હોવાની ઈન્વેસ્ટીગેટીવ સ્ટોરી દિવ્ય ભાસ્કરમાં તારીખ 11 માર્ચના રોજ પ્રકાશીત કરવામાં આવી હતી. તેને લઈને ગુજરાત તકેદારી આયોગ પણ એક્શન મોડમાં જોવાં મળ્યું છે. તકેદારી આયોગે સત્તાધીશો પાસેથી વિસ્તૃત અહેવાલ મંગાવીને તપાસ શરૂ કરી છે. તકેદારી આયોગ તેમજ શિક્ષણ વિભાગની તપાસ છતાં એજન્સી દ્વારા આરઓ મેઈન્ટેનન્સની કામગીરી શરૂ રખાઈ છે. બિન અનુભવી શ્રીજી સેલ્સ એજન્સીને કામગીરી સોંપી દેવા, તેમજ સ્ટેટ પ્રોક્યુરમેન્ટ પોલિસીના ટર્ન ઓવરના નિયમોને નેવે મૂકીને 5 ટકા વધારે કિંમતે ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું હતું. ઓગસ્ટ સુધીમાં તપાસ પૂર્ણ થશે – અગ્રસચિવ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ જણાવ્યું કે, વિભાગ દ્વારા તપાસ સમિતિ રચી દેવામાં આવી છે. એજન્સી તેમજ જવાબદારો સામે પગલાં ભરાશે. શાળા પ્રવેશોત્સવની કામગીરી પૂર્ણ કરાયાં બાદ આગામી ઓગસ્ટ માસ સુધીમાં તપાસ પૂર્ણ કરીને કડક પગલાં ભરાશે.
Read Original Article →