પ્રવેશ પ્રક્રિયા:રાજ્યની આર્કિટેક્ચર કોલેજોની 1230 બેઠક માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે

Gujarat5/19/2026, 12:00:00 AM
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ડિપ્લોમા ઈજનેરી પછીના બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch) અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રક્રિયા મંગળવારથી શરુ થશે. 20 જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ વર્ષે રાજ્યની 20 સંસ્થાઓની કુલ 1230 બેઠકો પર પ્રવેશ અપાશે. પ્રવેશ માટે વિદ્યાર્થીએ NATA અથવા JEE (Main) પેપર-2 પૈકી કોઈ પણ એક પરીક્ષા આપેલી હોવી ફરજિયાત છે. મહત્વનું છે કે, જે વિદ્યાર્થીઓ હાલમાં પૂરક પરીક્ષા આપવાના છે અથવા ડિપ્લોમાના પરિણામની રાહ જોઈ રહ્યા છે, તેઓ પણ પુરાવાઓ સાથે રજિસ્ટ્રેશન કરાવી શકશે. જેની ફી રૂ. 350 રાખવામાં આવી છે, જે નોન-રિફંડેબલ રહેશે. 30 જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. નવું શૈક્ષણિક સત્ર 1 ઓગ.થી શરૂ થશે. બેઠકોનું ગણિત: ક્યાં કેટલી જગ્યા રાજ્યમાં 2 અનુદાનિત સંસ્થાઓની 100 બેઠકો છે, જ્યારે કે 5 સેન્ટર ઓફ એક્સેલન્સની 141 બેઠકો અને 13 સ્વનિર્ભર સંસ્થાઓની 492 બેઠકો મળી કુલ 733 બેઠકો એડમિશન કમિટી દ્વારા ભરાશે. જ્યારે બાકીની બેઠકો મેનેજમેન્ટ ક્વોટા હેઠળ જે-તે સંસ્થા દ્વારા ભરાશે. વિદ્યાર્થી માટે અગત્યની બાબત
Read Original Article →