રામોલમાં પાન પાર્લરની આડમાં હાઈટેક ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું:વિદેશી નાગરિકોને સસ્તા વ્યાજદરે લોનની લાલચ આપી 200 ડોલર પડાવતા, બે યુવકની ધરપકડ

Gujarat6/9/2026, 3:59:05 PM
રામોલમાં પાન પાર્લરની આડમાં હાઈટેક ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું:વિદેશી નાગરિકોને સસ્તા વ્યાજદરે લોનની લાલચ આપી 200 ડોલર પડાવતા, બે યુવકની ધરપકડ
શહેરના રામોલ વિસ્તારમાં પાન પાર્લરની આડમાં વિદેશી નાગરિકોને વિદેશી નાગરિકોને ફોન કરીને સસ્તા વ્યાજદરે લોનની લાલચ આપીને પ્રોસેસિંગ ફી સહિતની ફી પેટે 25 થી 200 ડોલર પડાવતા કોલ સેન્ટરનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. પાન પાર્લરની પાછળ ગુપ્ત રૂમ બનાવીને રાત્રિના સમયે ચલાવતા હતા. ગુગલ વોઇસ એપ્લિકેશનથી નાગરિકો સાથે વાત કરીને શિકાર બનાવતા હતા. ગુપ્ત કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળી રામોલ પોલીસને બાથમી મળી હતી કે, સી.ટી.એમ. ચાર રસ્તા પાસે આવેલા ભારવી ટાવરની બાજુમાં જય પાન પાર્લરમાં પાછળ ગુપ્ત રૂમમાં કોલ સેન્ટર ચાલી રહ્યુ છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં રૂમમાંથી બે યુવકો મળી આવ્યા હતા. તેમનું નામ પૂછતા જય દવે (ઉ.વ. 29 રહે. અમરાઈવાડી) અને સુબ્રત નાઈક (રહે. રામોલ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે 4 ફોન, 1 લેપટોપ, 1 વાઇફાઇ રાઉટર સહિત કુલ રૂ. 1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વિદેશી નાગરિકોને સસ્તા વ્યાજદરે લોનની લાલચ આપતા આરોપીઓની પૂછપરછ કરતા તેઓ વિદેશી નાગરિકોના ઓનલાઇન ડેટા લીડ્સ મેળવીને પોતાના મોબાઈલમાં ગુગલ વોઇસ અને એક્સપ્રેસ વીપીએન જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરતા હતા. અમેરિકન નાગરિકોને ફોન કરીને પોતે યુ.એસ.ની પ્રતિષ્ઠિત લેન્ડીંગ ક્લબ ફાઈનાન્સ કંપનીમાંથી બોલે છે તેવી ખોટી ઓળખ આપતા હતા. બાદમાં વિદેશી નાગરિકોને સસ્તા વ્યાજદરે પર્સનલ લોન અપાવવાની લોભામણી લાલચ આપીને તેઓનો વિશ્વાસ કેળવતા હતા. રામોલ પોલીસે બે યુવકની ધરપકડ કરી લોન પ્રોસેસિંગ અને શિપિંગ ચાર્જ પેટે 25 થી 200 ડોલરની માંગણી કરી વોલમાર્ટ મની કાર્ડ અથવા એપ્પલ અને ગુગલ પ્લે સ્ટોરમાંથી ગિફ્ટ કાર્ડ ખરીદવા મજબૂર કરતા હતા. આ ગિફ્ટ કાર્ડના સિક્રેટ કોડ મેળવીને તેઓ ઓનલાઈન નાણાં પડાવી લેતા હતા અને નકલી ચેકના ફોટા મોકલી છેતરપિંડી આચરતા હતા. જ્યારે છેલ્લા 15 દિવસથી ચલાવતા હોવાનું કબૂલ્યુ છે. આ અંગે રામોલ પોલીસે બંને સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →