ગૌવંશનું માંસ વેચવાના કેસમાં 3 આરોપીઓેને 8 વર્ષની કેદ:રખિયાલમાં પોલીસે દરોડો પાડી 250 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું
વર્ષ 2019માં રખિયાલ ખાતે પોલીસને મળેલી બાતમીના આધારે રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડીને દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાતું આશરે 250 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. જેની કિંમત 37 હજાર જેટલી આંકવામાં આવી હતી. આ સાથે માંસ કાપવા માટે વપરાતી એક લોખંડની છરી પણ જપ્ત કરવામાં આવી હતી. FSL રિપોર્ટમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ હતી
FSL અધિકારી દ્વારા સ્થળ પરથી માંસના 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 4 સેમ્પલમાં ગાયની પ્રજાતિનું માંસ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લોટર હાઉસ અધિકારીઓની મદદથી આ માંસનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. દરેક આરોપીને સજા ઉપરાંત બબ્બે લાખનો દંડ ફટકારાયો
આરોપીઓ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 2017 , IPC, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ વગેરેની કલમો અંતર્ગત ગુન્હો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે 8 પુરાવાઓ, 7 સાક્ષીઓની જુબાનીઓ અને દલીલોની આખરી ચકાસણી કરીને આરોપી સમીર શેખ, ઝફરખાન પઠાન, અને મોહમ્મદ અઝમલ શેખને દોષિત ઠેરવીને 8 વર્ષની કેદ અને પ્રત્યેકને 2 લાખનો દંડ ફટકાર્યો છે.
Read Original Article →