Live Updates
ગેરકાયદેસર પ્રાણીની કતલ બદલ આરોપીને 4 વર્ષની કેદ:ભેંસ વંશનું માંસ અને જીવતું વાછરડું રખિયાલ પોલીસે ઝડપી પાડ્યા હતા
રખિયાલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ વર્ષ 2019 માં બાતમીના આધારે આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગેરકાયદેસર કતલ કરાયેલું આશરે 100 કિલોગ્રામ ભેંસનું માંસ, કતલ કરવા માટે વપરાતી છરી અને ક્રૂરતાપૂર્વક મોઢે દોરડાથી ખીલા સાથે બાંધેલું એક જીવતું વાછરડું મળી આવ્યું હતું. પોલીસે આરોપીઓ ગફુરખાન પઠાણ અને કરીમખાન પઠાણ સામે ગુનો નોંધી તપાસ પૂરી કરી હતી. પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 2017, પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 અને IPC ની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. એક આરોપીને દોષિત ઠેરવી 4 વર્ષ કેદની સજા ફટકારી
કોર્ટે 15 પુરાવાઓ અને 8 સાક્ષીઓની જુબાનીઓની ચકાસણી કરીને ગફુરખાન પઠાણને દોષિત ઠેરવ્યો હતો. જ્યારે કરીમખાનને નિર્દોષ છોડ્યો હતો. FSL ના રીપોર્ટથી સાબિત થયું હતું કે પકડાયેલું માંસ ભેંસ પ્રજાતિનું હતું. કોર્ટના રેકોર્ડ અને જામીનના દસ્તાવેજોથી સાબિત થયું કે જે ઘરમાંથી માંસ અને છરી મળ્યા હતા તે ઘર આરોપી ગફુરખાનના પ્રત્યક્ષ કબજામાં હતું. આથી કોર્ટે આરોપી ગફુરખાનને ગેરકાયદેસર રીતે પશુની કતલ કરવા બદલ અને માંસ રાખવા બદલ દોષિત જાહેર કર્યો છે. તેને 4 વર્ષની સાદી કેદ અને કુલ 65 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જપ્ત કરાયેલું જીવતું વાછરડું એક ટ્રસ્ટને સંભાળ માટે સોંપી દેવામાં આવ્યું હતું.
Read Original Article →