રાહી ફાઉન્ડેશને નવા વાડજમાં ખીચડી-છાશનું વિતરણ કર્યું:800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ મળ્યો હતો

Gujarat4/11/2026, 11:58:37 AM
રાહી ફાઉન્ડેશને નવા વાડજમાં ખીચડી-છાશનું વિતરણ કર્યું:800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ મળ્યો હતો
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રાહી ફાઉન્ડેશન દ્વારા ખીચડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફાઉન્ડેશનના 222મા 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમ નવા વાડજમાં જય ગોપાલ ચોક, પાણીની ટાંકી પાસે આયોજિત કરવામાં આવ્યો હતો. આ વિતરણ સ્વર્ગસ્થ ભરતભાઈ ઓઝા અને શ્રુતિ ઓઝાની સ્મૃતિમાં ગીતાબેન ઓઝા પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સમિત શાહ, મહેન્દ્ર પટેલ, વસંત રાવ, જ્યોત્સ્ના રાવ, સ્વપ્નિલ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
Read Original Article →