12 જૂને બીજે મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભા:પ્લેન ક્રેશના મૃતકોની સ્મૃતિમાં સિવિલ પાસે 261 છોડ રોપાશે

Gujarat6/10/2026, 12:00:00 AM
12 જૂને બીજે મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભા:પ્લેન ક્રેશના મૃતકોની સ્મૃતિમાં સિવિલ પાસે 261 છોડ રોપાશે
ગત 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોની યાદમાં બી.જે. મેડિકલ કોલેજ દ્વારા 12 જૂને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કોલેજના ડીન ડો. મીનાક્ષી પરીખના જણાવ્યા અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનારા પેસેન્જર્સ, ક્રૂ મેમ્બર્સ, હોસ્ટેલના વિદ્યાર્થીઓ, રાહદારીઓ સહિત તમામ 261 મૃતકોની સ્મૃતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. આ અનોખી પહેલ માત્ર સ્મરણનું પ્રતીક નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને માનવ જીવનના મૂલ્યનો સંદેશ આપશે.માનવ જીવનના મૂલ્યને યાદ કરવાની સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. રક્તદાન કેમ્પનું આયોજન કોલેજ ઓડિટોરિયમમાં રક્તદાન કેમ્પ અને પ્રાર્થના સભા યોજાશે, જેમાં તબીબો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ જોડાશે. દરેક દિવંગતની યાદમાં બી.જે. મેડિકલ કોલેજ, સિવિલ તેમજ સોપાનમ-7 અને 8 પીજી હોસ્ટેલ કેમ્પસમાં 261 રોપાનું વાવેતર કરાશે.
Read Original Article →